► પૂર્ણિમાની રાત્રે શિકાર શોધવાની સરળતા.
► સ્વિફ્ટ્સ 4000 મીટરની ઊંચાઈ સુધી પહોંચી જાય છે.
► ચંદ્રનાં પ્રકાશમાં ડંગ બીટલ્સ સીધી દિશામાં ચાલે છે.
જંગલમાં કેટલાક જીવોનાં વર્તનને ચંદ્ર અસર કરે છે. સફેદ ઘુવડ પૂર્ણિમાની રાત્રે સરળતાથી શિકાર કરે છે. મેફ્લાય પક્ષી પૂર્ણિમાના બે દિવસ પછી તેમનાં લાર્વા તબક્કામાંથી બહાર આવે છે. નાઇટજર પક્ષીઓ પૂર્ણિમા દરમિયાન તેમનાં શિકારના સમયમાં વધારો કરે છે. કાળા સ્વિફ્ટ પક્ષીઓ પૂર્ણિમાની આસપાસ વધુ ઊંચાઈએ ઉડે છે. આજે આ અહેવાલમાં આવાં જ કેટલાક જીવોની ચર્ચા કરવામાં આવી છે.
નેવુંનાં દાયકામાં મહેશ ભટ્ટનાં નિર્દેશનમાં જુનૂન નામની એક ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં અભિનેતા રાહુલ રોયને દર્શાવવામાં આવ્યાં હતાં જેઓ દરેક પૂર્ણિમાની રાતે વાઘ બની જાય છે. આ ફિલ્મ હિટ રહી હતી અને આજે પણ આ ફિલ્મની ગણના શ્રેષ્ઠ હોરર ફિલ્મોમાં થાય છે. આ તો ફિલ્મી વાર્તા હતી, પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવિક જીવનમાં પણ કેટલાક જીવો છે, જેમનાં પર ચાંદનીની અલગ જ અસર પડે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રાણીઓની વર્તણૂક ચંદ્રનાં પ્રકાશમાં ઘણી હદ સુધી બદલાઈ જાય છે. ઉદાહરણ તરીકે, ગ્રેટ બેરિયર રીફના કોરલ લો. દર વસંતમાં, પૂર્ણિમાના થોડા દિવસો પછી, આ કોરલ એક સાથે ઇંડા અને શુક્રાણુઓ છોડે છે.
આ એટલો અદભુત નજારો હોય છે કે તેને અવકાશમાંથી પણ જોઈ શકાય છે. વૈજ્ઞાનિકો માને છે કે દરેક વસંતમાં ચંદ્રનો પ્રકાશ કોરલને સંકેત આપે છે કે ઇંડા અને શુક્રાણુના માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આવાં જ અન્ય 5 જીવો વિશે વધુ માહિતી આ મુજબ છે.
► નાઈટજર
નાઈટજર એ પક્ષીઓ છે જે સાંજનાં સમયે અને પરોઢિયે ઉડતાં જંતુઓનો શિકાર કરે છે. જ્યારે મોશન સેન્સરનો ઉપયોગ કરીને તેમનાં ઊડવાનું એક વર્ષ સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે પૂર્ણિમા દરમિયાન, નાઈટજરોએ રાત્રિનાં સમયે તેમનાં શિકારના સમયમાં વધારો કર્યો હતો, કારણ કે ચંદ્રપ્રકાશ તેમને વધુ જંતુઓ પકડવામાં સક્ષમ બનાવે છે.
પૂર્ણિમા દરમિયાન તેમની પાસે શિકાર કરવા માટે વધુ સમય હતો, તેમ છતાં આ પક્ષીઓ તેમનાં સ્થાનિક વિસ્તારમાં જ રહ્યાં હતાં. નાઇટજર આ પછી વસંત અને પાનખરમાં અસ્ત થતાં ચંદ્ર દરમિયાન યુરોપ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તેમનાં 12 દિવસ લાંબા સફર પર નીકળે છે.
નાઇટજર ક્યારે ઇંડા મૂકે છે તે પણ ચંદ્ર નક્કી કરે છે. આ પક્ષીઓ સુનિશ્ર્ચિત કરે છે કે તેમનાં ઇંડા પૂર્ણિમાની રાત્રે બહાર આવે છે, જેથી જ્યારે તેમનાં બચ્ચાઓને ખોરાકની સૌથી વધુ જરૂર હોય ત્યારે તેમને અનુકૂળ પરિસ્થિતિઓ મળી શકે.
► ડંગ બીટલ
આફ્રિકન ડંગ બીટલ છાણના ઢગલામાંથી સીધો માર્ગ શોધવા માટે સૂર્યપ્રકાશ અને ચંદ્રપ્રકાશનો ઉપયોગ કરે છે. 2003 માં, વૈજ્ઞાનિકોએ અવલોકન કર્યું કે આ ડંગ બીટલ્સ પૂર્ણિમાએ ચંદ્રના પ્રકાશમાં સીધાં માર્ગને અનુસરે છે, પરંતુ અમાસમાં ભટકી જાય છે. આ ડંગ બીટલ્સ હાથીનાં છાણમાંથી બોલ બનાવે છે અને પછી તેમાં તેમનાં બચ્ચાને ઉછેરે છે. અન્ય ડંગ બીટલ્સથી બચવા માટે, તેઓ આ બોલને છાણના ઢગલાથી દૂર ખસેડે છે.
આ માટે, સીધી રેખામાં ચાલવું એ સૌથી સરળ રસ્તો છે. દિવસ દરમિયાન, આ ડંગ બીટલ્સ સૂર્યપ્રકાશ અને તેનાં ધ્રુવીકરણની પેટર્નનો ઉપયોગ કરીને સીધો રસ્તો શોધે છે. સાંજ પછી, જ્યારે સૂર્યપ્રકાશ ન હોય, ત્યારે તેઓ ચંદ્રનાં પ્રકાશનો ઉપયોગ કરે છે. આ પ્રકાશ સૂર્યપ્રકાશ કરતાં ઘણો ઓછો હોય છે, પરંતુ પૂર્ણિમાની તે તેને માર્ગદર્શન આપવામાં મદદરૂપ થાય છે.
2003માં હાથ ધરવામાં આવેલાં સંશોધનમાં, વૈજ્ઞાનિકોએ ખાસ કેમેરા લેન્સનો ઉપયોગ કરીને પૂર્ણિમાએ ચંદ્રનાં પ્રકાશની દિશા બદલી હતી નવાઈની વાત એ હતી કે ડંગ બીટલ્સ પણ તેની દિશા બદલી હતી. તે જ સમયે, અમાવસ્યાની રાત્રે ડંગ બીટલ્સ સીધો રસ્તો કરી શકતાં ન હતાં અને જ્યાં ત્યાં ભટકતાં રહેતાં હતાં.
► આફ્રિકન મેફ્લાય
પૂર્વ આફ્રિકામાં વિક્ટોરિયા તળાવમાં પતંગિયાની એક પ્રજાતિ જોવા મળે છે, જેનું નામ મેફ્લાય છે. પૂર્ણ ચંદ્રનાં બે દિવસ પછી, મેફ્લાય તેમનાં પાણીમાં રહેતાં લાર્વા તબક્કામાંથી મોટી સંખ્યામાં બહાર આવે છે. એક વયસ્ક તરીકે મેફ્લાય માત્ર એકથી બે કલાક જ જીવે છે, તેથી તેઓ મરતાં પહેલાં તેનાં સાથી સાથે સંબંધ બનાવવાની અને ઇંડા મૂકવાની ઉતાવળમાં હોય છે. એક અહેવાલ મુજબ, ચંદ્રનાં ચક્રનો ટાઈમર તરીકે ઉપયોગ કરવાથી સંભવિત સાથી નજીકમાં હશે તેની ખાતરી કરવામાં મદદ કરે છે. પછી, ચંદ્રપ્રકાશ તેમને તેમનાં મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં પણ મદદ કરે છે.
► બાર્ન ઘુવડ
બાર્ન ઘુવડ બે રંગોમાં ઉપલબ્ધ છે લાલ અને સફેદ રંગનાં હોય છે. આ ઘુવડોનો મુખ્ય ખોરાક ખેતરોમાં રહેતાં ઉંદરો છે. જાણીને નવાઈ લાગશે કે પૂર્ણિમાની રાત્રે સફેદ ઘુવડ લાલ ઘુવડ કરતાં વધુ શિકાર કરે છે.
આનું કારણ એ છે કે પૂર્ણિમાએ ચંદ્રપ્રકાશ સફેદ ઘુવડના પીંછાને અથડાઈને એક ચમક છોડે છે જે ઉંદરોને થોડાં સમય માટે આંધળા કરે છે, જેનાથી ઘુવડ તેને સરળતાથી પકડી શકે છે. આ શોધ 2019માં થયેલાં એક સંશોધનમાં પણ સામે આવી હતી.
► સ્વિફ્ટ પક્ષીઓ
કાળાં સ્વિફ્ટ પક્ષીઓ પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં ખડકોના કિનારે અને નીચલા ભાગો પર માળો બનાવે છે. 2012 સુધી તેનાં સ્થળાંતર વિશે થોડું જાણીતું હતું, ત્યારબાદ વૈજ્ઞાનિકોએ ટ્રેકિંગ ઉપકરણોનો ઉપયોગ કરીને વધુ માહિતી એકત્રિત કરી હતી. વૈજ્ઞાનિકો પહેલેથી જ જાણતાં હતાં કે યુરોપિયન સ્વિફ્ટ્સ વર્ષનાં દસ મહિના સુધી સતત ઉડે છે જ્યારે તેઓ સંવર્ધન કરતાં નથી. 2022માં, વૈજ્ઞાનિકોએ આ સંદર્ભમાં બ્લેક સ્વિફ્ટ પર સંશોધન પણ કર્યું હતું. આ માટે વૈજ્ઞાનિકોએ આ પક્ષીઓ પર મલ્ટી-સેન્સર ડેટા લોગર્સ ઇન્સ્ટોલ કર્યા હતાં.
સંશોધન દર્શાવે છે કે બિન-સંવર્ધન સમયગાળા દરમિયાન, દરેક પૂર્ણિમાની આસપાસનાં દસ દિવસોમાં, આ પક્ષીઓ સાંજે ઉચ્ચ ઊંચાઈ લગભગ 4000 મીટર ઉપર જાય છે અને ત્યાં આખી રાત રહે છે અને તેઓ અમાવસ્યાની આસપાસ ઓછી ઉંચાઈ પર રહ્યાં હતાં. ડેટા દર્શાવે છે કે જ્યારે સ્વિફ્ટ પક્ષીઓ વધુ ઊંચાઈએ હોય ત્યારે તેઓ વધુ સક્રિય હોય છે.
આ સાથે, દરેક પૂર્ણિમા દરમિયાન, તેઓએ વધુ ઊર્જાનો ઉપયોગ કર્યો અને વધુ જંતુઓ પકડ્યાં હતાં. સંશોધન દરમિયાન જ જ્યારે ચંદ્રગ્રહણ થયું ત્યારે પાંચ કાળી સ્વિફ્ટ્સ ચંદ્રનાં પ્રકાશમાં ઉંચી ઉડતી હતી જેવું ગ્રહણ થયું કે તમામ સ્વિફ્ટ્સ ઝડપથી નીચે આવી ગયાં હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy