અમરેલીના કડવા પાટીદાર સમાજ દ્વારા સિદસર ખાતે ધ્વજારોહણ કરાયું

Local | Amreli | 30 April, 2025 | 11:20 AM
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.30
જગત જનની માં ઉમિયાની અસીમ કૃપાથી અમરેલી શહેર ઉમિયા પરિવાર- અમરેલીના ઉપક્રમે તથા સાંગાડેરી કડવા પટેલ સમાજના ઉપક્રમે સહપરિવાર સિદસર મુકામે મા ઉમિયા માતાજીના મંદિરે તા. ર9/4/ર0રપ ને મંગળવારે મહાસન્માન અને ધાર્મિક ભાવનાથી મંદિરના ઘ્વજ સ્તંભ ઉપર દિવ્ય ધ્વજારોહણ વિધિનું  આયોજન કરવામાં આવેલ હતું. ધ્વજારોહણએ મંદિર અને તેના ભક્તતો માટે રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે.

ભક્તતો માટે દિવાદાંડી સમાન અને નકારાત્મક શક્તિતથી રક્ષણ આપનાર હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રથા સમાન ઘ્વજારોહણ સાથે માઁ ઉમિયા પ્રત્યે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિતભાવથી જોડાઈ સિદસર મુકામે ઉમિયા માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણના અલેકિક દિવ્ય મનોરથમાં સહભાગી થઈ મા ઉમિયા પ્રત્યે ભક્તિત  વ્યક્તત કરવાના માર્ગ તરફ જોડાયેલા હતા. મંદિરના  પ્રાંગણમાં  ભાવિકો અને શ્રદ્ધાળુઓનીવિશાળ સંખ્યા સાથે ધાર્મિક ઉત્સાહ જોવા મળેલ હતો.

આ પવિત્ર અવસરે ભક્તતો માટે ભજન  કીર્તન, આરતી અને પ્રસાદ વિતરણ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. કડવા પટેલ સમાજની વિવિધ સામાજીક પ્રવૃત્તિઓમાં સતત માર્ગદર્શન અને સહયોગ આપી સામાજીકઉત્તરદાયિત્વ વ્યક્તત કરતા મંદિરના ટ્રસ્ટી જયવંતભાઈ ડાયાભાઈ ફીણાવા અને સંગઠન સમિતિ સૌેરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ  વજુભાઈ ગોલ દ્વારા માર્ગદર્શન અને આશીર્વાદ આપવામાં આવેલ હતા.

તેઓએ જણાવેલ કે સમાજમાં એકતા, જાગૃતિ અને ચેતના સાથે સમાજને સંગઠન શક્તિતને ઉજાગર કરવાની અપીલ કરી હતી.સંગઠન સમિતિના પ્રમુખ રમેશભાઈ ગોલ, પ્રા. એમ. એમ. પટેલ, રાજેશભાઈ સરખેદી, રોનકભાઈ ભલોડિયા, જીતેનભાઈ ગોલ,કાળુભાઈ આદ્રોજા, હર્ષદભાઈ વિરપરા, પ્રા. મહેશભાઈ એમ.  પટેલ, રમેશભાઈ દસલાણીયા, ભાવેશભાઈ કડેવાળ, ચંદુભાઈ સુરાણી, ગુનાભાઈ કમાણી, શાંતિભાઈ સોળીયા, નવનીતભાઈ આંબલીયા, પરેશભાઈ વડાળીયા, રાકેશભાઈ ગોલ, અમરશીભાઈ ગોલ, મનસુખભાઈ પડસાલા, તુલસીભાઈ ગોલ, જય ગોલ, રમેશભાઈ ફળદુ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj