સૂરજની સપાટી પર થયેલા વિસ્ફોટોથી નીકળેલી જવાળાઓ નાસાના કેમેરામાં કેદ

World, Technology | 13 May, 2024 | 11:16 AM
આસમાનમાં દેખાઈ રોશની: સૂર્યની સપાટી પર થયેલા વિસ્ફોટોની તાકાત અબજો હાઈડ્રોજન બોમ્બ જેટલી
સાંજ સમાચાર

વોશિંગ્ટન (અમેરિકા) તા.13

નાસાએ સૂર્યની સપાટી પર શુક્રવારે અને શનિવારે થયેલા બે વિસ્ફોટોને રેકોર્ડ કર્યા હતા. આ દરમિયાન સૂરજમાંથી જવાળાઓ (સોલર ફલેયર્સ) પણ નીકળી હતી. સોલર ડાયનેમિકસ ઓબ્ઝર્વેટરીએ આ નજારાને કેદ કર્યો હતો. નિવેદનમાં જણાવ્યું હતું કે 11-11 મે 2024ના સૂર્યમાંથી બે ફલેયર્સ નીકળ્યા હતા. સોલર ડાયનેમિકસ ઓબ્ઝર્વેટરીએ ઘટનાઓની તસ્વીરો ખેંચી હતી. જેને એકસ 5.8 અને એકસ 1.5 શ્રેણીના ફલેયર્સના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

આકાશમાં દેખાય છે રોશની: ખરેખર તો સૂર્યના નોર્થ અને સાઉથ પોલ્સ પોતાની જગ્યા બદલે છે જેને બીજી વાર સ્વીચ કરવામાં 11 વર્ષ લાગે છે. આ સમયગાળા દરમિયાન સૂર્યમાંથી ફલેયર્સ નીકળે છે. ધરતી પર પણ તેની અસર જોવા મળે છે અને આકાશમાં તો સુંદર રોશની જોવા મળે છે. જો કે સૌથી શક્તિશાળી સૌર વાવાઝોડુ વર્ષ 1859માં પૃથ્વી સાથે ટકરાયું હતું તેને કરીંગટન ઈવેન્ટ નામ આપવામાં આવ્યું હતું. આ તોફાનના કારણે સંચાર લાઈનો પુરી રીતે ખરાબ થઈ ગઈ હતી.

આ રીતે બને છે સૂરજ ફલેયર્સ:

સૂર્યમાંથી જયારે ચુંબકીય ઉર્જા રિલીઝ થાય છે ત્યારે તેમાંથી નીકળતા પ્રકાશ અને પાર્ટિકલ્સ સૌર ફલેયર્સનું રૂપ ધારણ કરે છે.
આપણા સૂર્ય મંડળમાં ફલેયર્સ અત્યાર સુધીના શક્તિશાળી વિસ્ફોટ છે. જેમાં અબજો હાઈડ્રોજન બોમ્બની તુલનામાં ઉર્જા રિલીઝ થાય છે. તેમાં રહેલ અનેર્જિક પાર્ટિકલ્સ પ્રકાશન ગતિથી પોતાની સફર નકકી કરે છે. જો સોલર ફલેયરની દિશા પૃથ્વી તરફ હોય તો તે જિયો મેગ્નેટીક અર્થાત ભૂ ચુંબકીય ગરબડ પેદા કરી શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj