મુંબઇમાં વિમાન સાથે પક્ષીઓનું ઝુંડ ટકરાયું: 36 રાજહંસોના મોત

India | 21 May, 2024 | 05:05 PM
પક્ષીના ઝૂંડના ટકરાવથી વિમાનને નુકસાન: ઈમરજન્સી લેન્ડીંગ કરાયું: યાત્રીઓ-ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત
સાંજ સમાચાર

મુંબઇ, તા.21
મુંબઇમાં ગઇકાલે રાત્રે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. એમિરેટ્સની એક ફ્લાઇટ સાથે રાજહંસોનું એક ઝુંડ ટકરાતા આ દુર્ઘટનામાં 36 રાજહંસોના મૃત્યુ થયા છે. જ્યારે પક્ષીઓની ટક્કરથી વિમાનને ઘણું નુકશાન થતાં તેનું ઇમર્જન્સી લેન્ડીંગ કરાયું હતું. જો કે વિમાનના યાત્રીઓ અને ક્રુ મેમ્બર્સ સુરક્ષિત છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઘાટકોપરના લક્ષ્મીનગર વિસ્તારમાં એમિરેટ્સના વિમાન સાથે પક્ષીઓનું ઝુંડ ટકરાયું હતું. ઘટના રાત્રે 9-18 વાગ્યે બની હતી. આ દુર્ઘટનામાં 36 જેટલા રાજહંસોના મોત થયા છે, જેમાં 29ના શબ મળ્યા હતા. જ્યારે અન્ય શબો મંગળવારે મળ્યા હતા.

પક્ષીઓના ઝુંડના ટકરાવાથી વિમાનને પણ ઘણું નુકશાન થતાં તેનું ઇમર્જન્સી લેન્ડીંગ કરાવાયું હતું. જો કે આ બનાવમાં યાત્રીઓ-કુ મેમ્બર્સ સુરક્ષિત છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj