સલામત સવારીના બણગા ફુંકતી એસટીની વાસ્તવિકતા

200 રૂપિયાના ટોકન માટે એસટી ડ્રાઈવરે બસને રોંગ સાઈડમાં દોડાવી યાત્રીઓના શ્વાસ અધ્ધર કર્યા

Gujarat | 21 May, 2024 | 05:01 PM
લાંબી રકઝક બાદ મુસાફરોએ ડેપો મેનેજરને આ મામલે જાણ કરતા તેણે આવી ઘટનાને સામાન્ય ગણાવી!
સાંજ સમાચાર

અંબાજી,તા.21
સલામત સવારી, એસટી અમારી’ સૂત્ર અને તેના અમલીકરણમાં મોટો તફાવત હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંબાજીથી ખંભાત જતી બસનું એક હોટેલમાં સ્ટોપેજ આપવાનું ભૂલી જતાં ડ્રાઈવરે તેના માટે બસને 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવી હતી. મુસાફરોએ વિરોધ કર્યો તો ડ્રાઇવરે જવાબ આપ્યો કે, ’હોટેલમાં બસ ઉભી રાખવામાં 200નું ટોકન મળે છે.’

સોશિયલ મીડિયામાં વાયરલ આ ચોંકાવનારી ઘટનાની વિગત મુજબ જેના અંબિ ખંભાત માટે આ એસટી બસ જઈ રહી હતી.ડ્રાઈવર 15 કિલોમીટર પહેલા સલાલ પાસે આગમન હોટેલમાં તે બસ ઉભી રાખવાનું ભૂલી ગયો હતો. જેના કારણે લોકોની જીવની પરવા કર્યા વિના તે હોટેલ સુધી જવા ડ્રાઇવરે બસને 15 કિલોમીટર રોંગ સાઇડમાં ચલાવી હતી. 

મુસાફરોએ આ અંગે વિરોધ કર્યો તો પહેલા તો ડ્રાઈવર- કંડક્ટરે ઉદ્ધત જવાબ આપ્યા હતા. આખરે લોકોનો ગુસ્સો જોઈને તેમણે એમ કહ્યું કે આ હોટલ પર અમારે બસ ઉભી રાખવી ફરજીયાત છે. કેમકે, ત્યાં બસ ઉભી રાખવા માટે 200નું ટોકન મળે છે. મુસાફરોએ જ્યારે ફરિયાદ પોથી માંગી તો ડ્રાઈવર- કંડક્ટરે ગલ્લાં-તલ્લાં કર્યા હતા. લાંબી રકઝક પછી આ ફરિયાદ પોથી તેમણે આપી હતી. મુસાફરોએ આ બાબતની જાણ ડેપો મેનેજરને પણ કરી પરંતુ તેમણે મુસાફરોના જીવને જોખમને મૂકવો સામાન્ય ઘટના હોય તેમ ઉદાસીન વલણ દર્શાવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj