અમેરિકાની ફિલ્મ ‘ધી વિઝાર્ડ ઓફ ઓઝ’ રૂપેરી પડદે ઈતિહાસ રચશે

પહેલીવાર એઆઈ ટેકનિકથી બનેલી ફિલ્મ મોટા પડદે રજૂ થશે : જેમાં એકટર, ડિરેકટર વગેરે એઆઈ એન્જિનિયર હશે!

World, Technology, Entertainment | 11 April, 2025 | 10:39 AM
સિનેમાની દુનિયામાં આ નવા યુગનો આરંભ કરશે ગુગલ અને મેગ્નોપસની ટીમ : લાસ વેગાસના ગોળાકાર થિયેટર ‘સ્ફિયર’માં જૂનમાં રિલીઝ થશે : આ ફિલ્મ, જેમાં 360 ડિગ્રીનો ફિલ્મના દ્દશ્યનો અનુભવ દર્શકને થશે
સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.10
ફિલ્મ જયારે બની હોય છે ત્યારે રિયલ લોકેશન, કલાકારો પર ફિલ્માવવામાં આવે છે. પરંતુ એઆઈની ટેકનોલોજીથી એક ફિલ્મ બની છે. જેમાં કલાકારથી માંડીને સ્થળ, બધુ એઆઈ ટેકનોલોજીથી સર્જાયું છે. આ ફિલ્મોથી દુનિયામાં એક નવા યુગના એંધાણ વર્તાઈ રહ્યા છે.

પહેલીવાર પૂરી રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી બનેલી ફીચર ફિલ્મ ‘ધી વિઝાર્ડ ઓફ ઓઝ’ મોટા પરદા પર રિલીઝ માટે તૈયાર છે. આ ઐતિહાસિક ફિલ્મને ગુગલ અને મેગ્નોપસ સ્ટુડીયોએ એઆઈની મદદથી બીજીવાર તૈયાર કરી છે.

તેને જૂન જુલાઈમાં લાસ વેગાસના ગોળા આકારના થિયેટર ‘સ્ફિયર’માં દર્શાવવામાં આવશે. ન્યુયોર્કમાં ગુગલ અને કેલિફોર્નિયા સ્થિત મેગ્નોપસ સ્ટુડિયોમાં આ યોજના સાથે જોડાયેલા સભ્યોએ જણાવ્યું હતું કે ‘ધી વિઝાર્ડ ઓફ ઓઝ’ અમેરિકાની પ્રારંભિક રંગીન ફિલ્મોમાંની એક છે.

સ્ફીયર એન્ટરટેઈનમેન્ટે આ ફિલ્મને નવા અંદાજમાં લાવવાનો નિર્ણય કર્યો હતો. ફિલ્મનો મૂળ વિચાર સ્ફીયરનો હતો પણ ટેકનિકલ જવાબદારી ગુગલ કલાઉડે નિભાવી હતી, જયારે મેગ્નોપસ એ નકકી કરતું હતું કે ફિલ્મમાં શું અને કેવી રીતે દેખાડવાનું છે ખાસ વાત એ છે કે ફિલ્મમાં મોજૂદ દ્દષ્યોની સાથે આસપાસનો માહોલ અને પાત્રો પણ દેખાશે.

આ એવો અનુભવ હશે, જેવી રીતે આપ સામાન્ય નજરોમાં આપની આસપાસના ક્રિયા કલાપમાં જોતા હો છો. પાત્રોને એટલા વાસ્તવિક દર્શાવાયા છે કે દર્શકોને તેમાં કોઈ બનાવટી નહીં લાગે, જયારે ખરેખર તો આ પાત્રો દુનિયામાં છે જ નહીં! ફિલ્મમાં વીએફએસની જગ્યાએ એઆઈ મોડેલનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ભારત માટે ગેમ ચેન્જર
આ ટેકનિક ભારતીય સિનેમા માટે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. અત્યાર સુધી બોલિવુડ વીએફએકસના ઉપયોગમાં હોલિવુડથી પાછળ રહ્યું છે. કારણ કે ખર્ચ અને સમય પણ એઆઈની મદદથી ઘણા ઓછા ખર્ચમાં અને સમયમાં ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા વાળા વિઝયુઅલ ઈફેકટસ બની શકશે. નિર્દેશકે માત્ર કલ્પનાના ઘોડા દોડાવવા પડશે, બાકીનું કામ એઆઈ સંભાળી લેશે.

 

શું છે આ ‘સ્ફિયર’ થિયેટર
લાસ વેગાસ સ્થિત આ ‘સ્ફીયર’ અનોખું થિયેટર છે જે બહારથી ગોળા જેવું દેખાય છે. તેની અંદર ચારે બાજુ સ્ક્રીન પર ફિલ્મ દેખાડવામાં આવે છે અને પ્રેક્ષક વચમાં બેસે છે, જેથી તેમને દ્દષ્યનો 360 ડિગ્રીનો અનુભવ થાય છે. આ અનોખી ડિઝાઈનને ધ્યાનમાં રાખી ફિલ્મને પણ તેને અનુરૂપ બનાવાઈ છે.

 

આ પણ પરિવર્તન આવશે
પહેલી વાર એવું બનશે, જયારે ફિલ્મના અંતમાં એડિટર, વીએફએકસ, આર્ટીસ્ટની જગ્યાએ એઆઈ એન્જિનિયર અને સોફટવેર ડેવલપર્સના નામ જોવા મળશે. આ એક સંકેત છે જે આવનારા સમયની દિશા તરફ વધી રહ્યો છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj