રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.3માં અંદાજીત રૂ.1.10 કરોડના જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડના કોર્પોરેટર અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.3 માં રૂ.75 લાખના ખર્ચે એક્શન પ્લાન હેઠળ માધાપર મેઇન રોડ ડામર, રૂ.8 લાખના ખર્ચે માધાપર પંચાયતની સામે નિલકંઠ મહાદેવ મંદિરમાં પેવિંગ બ્લોક, રૂ.20 લાખના ખર્ચે બાલાજી સુપર માર્કેટથી અતુલિયમ આંગન સુધી મેટલીંગ રોડ, રૂ.7.25 લાખના ખર્ચે શેઠનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર નાખવાનું કામ કુલ અંદાજીત રૂ.1.10 કરોડના કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટર સહિત આજુબાજુના વિસ્તારના આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy