જમ્મુ કાશ્મીરના શો-રૂમમાંથી થાર કાર અપાવવાનું કહીં ઓટો બ્રેકર સાથે રૂ.8.85 લાખની છેતરપીંડી

India | 30 May, 2024 | 04:44 PM
વોટ્સએપ ચેનલ દ્વારા સંપર્ક કરતાં નોઈડાના મનોજ ચૌહાણે હરસિદ્ધિ સોસાયટીમાં રહેતાં વત્સલ કાપડીને ફસાવી રૂ.13.40 લાખ પડાવી લીધા’તા: સાયબર ક્રાઇમે ગુનો નોંધી રૂ.4.55 લાખ પરત કરાવી આરોપીની શોધખોળ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.30
જમ્મુ કાશ્મીરના શો-રૂમમાંથી થાર કાર અપાવવાનું કહીં હરસિદ્ધિ સોસાયટીમાં રહેતાં વત્સલ કાપડી નામના ઓટોબ્રોકર સાથે નોઈડના શખ્સે રૂ.8.85 લાખની છેતરપીંડી આચરતાં સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ પર રહેતાં વત્સલ સુરેશભાઈ કાપડી (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મનોજ ચૌહાણ (રહે. નોઈડા) અને તપાસમાં ખુલે તે તમામનું નામ આપતાં સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, બિગ બજાર નજીક શ્રી મારુતિ ઓટો વર્લ્ડના નામે કાર લે-વેચનો વેપાર કરે છે. ગઇ તા.20/09/2023 ના  વોટ્સએપ પર વોટસએપ ચેનલ જેક સોલ્યુશન  નામની ચેનલને ફોલો કરી થાર ગાડી ખરીદવા-વેંચવા બાબતે મનોજ ચૌહાણ સાથે વાત કરેલ, બાદમાં તેમની પાસે થાર ગાડી ખરીદવા માટે ક્લાઈન્ટ આવતા મનોજ ચૌહાણ સાથે ફોનમાં ચાર ગાડી ખરીદવા માટે વાત કરેલ હતી.

આરોપી સાથે થાર ગાડીની કીંમત પેટે રૂ.13.40 લાખ અને થાર ગાડીની હાજરમાં ડિલેવરી કરાવી આપવા પેટે રૂ.60 હજાર બાબતે ફોનમાં ડિલ થયેલ હતી. બાદમાં આરોપીએ થાર ગાડીનાં શો-રૂમની ડિટેઇલ આપવા પેટે તા.22/12/2023 ના  વોટ્સએપમાં બેંક ખાતાની ડિટેલ્સ મોકલતા તે ખાતામાં રૂ.25 હજાર ટ્રાંસફર કરેલ હતા. બાદ તા.23/12/2023 ના શો-રૂમ બુકિંગ ફિ પેટે  વોટસએપમાં અન્ય બેંક વિગત મોકલતાં તેમાં રૂ.25 હજાર ટ્રાંસફર કરેલ હતા. બાદમાં કટકે કટકે રૂ.60 હજાર ટ્રાંસફર કરેલ હતા. બાદમાં આરોપીએ  શો-રૂમમાં બિલ બનાવવા પેટે રૂપીયા મંગતા તેઓએ તા.30/12/2023 ના રૂ.2 લાખ ટ્રાંસફર કરેલ હતા.

ઉપરાંત આરોપીએ શ્રીનગર, જમ્મુ કાશ્મિર સ્થિત કોઈ એનકેસ ઓટોમોટિવ શો-રૂમનું બિલ વોટ્સએપમા મોકલી આપી જણાવેલ કે, બાકી રહેલ રૂપીયાનુ પેમેન્ટ કરાવો એટલે તમને થાર ગાડીની ડિલેવરી એક અઠવાડીયાની અંદર કરાવી આપશુ. બાદમાં તેઓએ ગ્રાહકના એકાઉન્ટમાંથી  તા.02/01/2024 ના રૂ.9 લાખ ટ્રાંસફર કરેલ હતા. બાદમાં આરોપીને થાર ગાડીની ડીલેવરી સમય બાબતે પુછતા જણાવેલ કે, તા.08/01/2024 સુધીમાં થાર ગાડીની ડિલેવરી તમને મળી જશે. બાદ તા.07/01 ના મનોજ ચૌહાણને ફોન કરી ગાડીની ડિલેવરી બાબતે પુછતા તા.12/01/2024 સુધીમાં ડિલેવરી કરાવી આપશું તેવું જણાવી બાકી રહેલ પેમેન્ટ કહેતાં તા.24/01 ના રૂ.1.30 લાખ ટ્રાંસફર કરેલ હતાં.

બાદમાં આરોપીએ ગાડીની ડિલેવરી તા.17/01 ના  સુધીમાં કરાવી આપશુ. બાદ આરોપી ઉપર શંકા જતા જમ્મુ-કાશ્મીર સ્થિત શો-રુમનો સંપર્ક કરતા તે શોરુમના કર્મચારીએ જણાવેલ કે, અમોને થાર ગાડીના બુકીંગનુ પેમેન્ટ રૂ.25 હજાર જ મળેલ છે, બાકી કોઇ પેમેન્ટ મળેલ નથી અને તમને જે બિલ વોટ્સએપમાં મળેલ છે તે અમારા શોરુમ દ્વારા મોકલવામાં આવેલ નથી. બાદમાં આરોપીને પૂછતાં તે દિલ્હીથી શ્રીનગર શોરુમમાં રૂબરૂ જઈ રૂ.12 લાખનો ચેક આપેલ હતો તે અને તેની રિસીપ્ટ વોટ્સએપમાં મોકલીને વિશ્વાસ આપેલ કે, તેમણે જમ્મુ-કાશ્મીરના શોરુમમા પેમેન્ટ કરી આપેલ છે અને ચાર ગાડીની ડિલેવરી તા.22/01/2024 થી તા.24/01/2024 ની વચ્ચે મળી જશે.

બાદમાં તેઓએ તેમના મિત્ર શૈલેંદ્ર જૈનને દિલ્હીથી શ્રીનગર શોરુમમાંથી થાર ગાડીની ડિલેવરી લેવા મોકલતા જાણવા મળેલ કે, આરોપીએ શોરુમમા  રૂ.12 લાખનો જે ચેક આપેલ હતો, તે ચેક રિટર્ન થયેલ છે અને શોરુમને કોઇ પેમેન્ટ મળેલ નથી. જેથી ચાર ગાડીની ડિલેવરી આપેલ ન હતી. બાદમાં આરોપીને ફોન કરતા જણાવેલ કે, તમારું બધું જ પેમેન્ટ હું તમને રિફંડ કરી આપીશ અને પેમેન્ટ કરેલ હોવાના ખોટા સ્ક્રિનશોટ મોકલી આપેલ હતા, પણ  એકાઉન્ટમાં ચેક કરતા માલુમ થયેલ કે, કોઇ રૂપીયા જમા થયેલ ન હતાં. જેથી થાર ગાડી અપાવી દેવાના બહાને આરોપીએ રૂ.13.40 લાખની છેતરપીંડી કર્યાની સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી. 

જે અરજી બાબતે તપાસમાં શોરૂમના એકાઉન્ટ ફ્રીઝ થયાં હતા. જેથી શોરૂમના સંચાલકોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેના એકાઉન્ટમાં ગયેલ રૂ.1.55 લાખ પરત કરાવેલ અને આરોપીના ખાતામાંથી રૂ.3 લાખ મળી કુલ રૂ.4.55 લાખ  પરત કરાવેલ હતાં. તેમજ આરોપીએ તેની પાસે લેવાના થતા રૂ.8.85 લાખ પરત કરેલ ન કરી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj