રાજકોટ,તા.21
રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા ડાયાબિટીસ, સ્થૂળતાપણું જેવી બીમારી ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે લિવર ની (FIBROSCAN) તપાસનું આયોજન કરવામાં આવેલ છે,
રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન 27 વર્ષથી વિવિધ સેવા-સમાજ કલ્યાણના કાયોમાં કાર્યરત છે. ક્લબ દ્વારા એરપોર્ટ રોડ પર આવેલી ગીત ગુર્જરી સોસાયટી-6, પેટ્રીયા સ્યુટસ હોટેલની સામેના રોડ ખાતે 18,000 સ્કે. ફૂટમાં ગુજરાતની સર્વ પ્રથમ - એક અતિ-આધુનિક ડાયાબિટીસ ને સમર્પિત રોટરી લલીતાલય હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.
શહેરના નામાંકિત ડેન્ટલ સર્જન ડો.ભૂષણ કાલરીયા, ડો. નિલેશ રાવલ, ડો. લજ્જા શેઠ, ડો. ખુશ્બુ ડોડીયા, ડો. રોનક મણિયાર, ડો.ધરા ધોળકિયા, ડો.કૈરવી જીવરાજાની વગેરે અહી ડાયાબિટીસ સેન્ટરના ડેન્ટલ વિભાગમાાં નિયમિત સેવા આપી રહ્યા છે.તેમજ ડેન્ટલ કિલનીકમા નજીવા દરે બધીજ અધ્યતન સારવાર તથા નિદાન થાય છે.
આવતીકાલે તા. 22/04 ના રોજ રોટરી લલીતાલય હોસ્પિટલ દ્વારા ડાયાબિટીસ, સ્થૂળતાપણું જેવી બીમારી ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે લિવર ની (FIBROSCAN) તપાસ કે જે રિપોર્ટ કરવાનો સામન્ય ખર્ચ આશરે રૂ. 1500/- હોય છે તે વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy