રાજકોટ તા.4
આગામી તા.29 માર્ચ 2025થી તા.18 મે સુધી શનિ-રાહુનો શાપિત દોષ થશે. અત્યારે શનિ મહારાજ કુંભ રાશિમાં વિચરી રહ્યો છે. જયારે રાહુ મીન રાશિમાં વિચરે છે.
આગામી તા.29 માર્ચના રાત્રે 9-49થી શનિ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે આ રીતે મીન રાશિમાં શનિ-રાહુનો શાપિત દોષની યુતિ શરૂ થશે. જે તા.18મી મેનાં રાહુ કુંભ રાશિમાં પ્રવેશતા આ શાપિત યુતિ છુટ્ટી પડશે.
ખાસ કરીને ગોચરમાં થયેલ ગ્રહોની યુતિ દેશ-દુનિયા અને માનવ જીવન પર અસર કરે છે. તેમાંય શનિ-રાહુની યુતિ શાપિત દોષ સર્જે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને વ્યય ભુવનમાં શનિ રાહુની યુતિ થશે ખર્ચા પર કાબુ રાખવો ઉદાર રકમ લેવી નહિ.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને લાભ સ્થાનમાં યુતિ થશે શેર સ્ટાથી દુર રહેવું ખોટા મિત્રોથી સાવચેત રહેવું.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને કર્મ ભુવનમાં યુતિ થશે વ્યાપાર બાબતે સાવચેત રહેવું મોટું રોકાણ કરતા પહેલા વિચારવું જરૂરી બને નોકરીમાં અધિકારી તથા માલીક સાથે તાલમેલ રાખવો.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને ભાગ્ય ભુવનમાં યુતિ થશે વિદેશ યોગ બને વિદેશ સાથે વ્યાપારમાં વધારો થાય. ધર્મ ધ્યાન પુજા પાઠ કરવા.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને આઠમા સ્થાને યુતિ થશે વારસાકિય પ્રશ્ર્નો ઉદભવી શકે છે. વાહન ધીમે ચલાવવું, ટુંકી બીમારીથી ખ્યાલ રાખવો.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને સાતમા સ્થાને શની-રાહુના શાપિત દોષની યુતિ થશે. વ્યવહારિક બાબતે ધ્યાન રાખવું જાહેર જીવનમાં વાર્તાલાપમાં ધ્યાન રાખવું જરૂરી, લગ્ન જીવન બાબતે જીવન સાથે સાથે તાલ મેલ રાખવો.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાનેથી શની-રાહુની શાપિત યુતિ થશે છુપા શત્રુથી સાવધ રહેવું બને ત્યાં સુધી આ સમય દરમ્યાન નોક્રીમાં પરિવર્તન કરવું નહિ.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને પાંચમા સ્થાનેથી શની રાહુની શાપીત યુતિ થશે લીવર પેટની બીમારીથી સાવચેત રહેવું શેર સટ્ટાથી દુર રહેવું.
ધન રાશિ
ધન રાશિના જાતકોને સુખ ભુવનમાં યુતિ થશે ઘરમાં શાંતીભયુર્ં વાતાવરણ રાકવું, જમીન- મકાન- દુકાન લેતા પહેલા વિચારી અને તપાસ કરીને લેવા અથવા તો આ સમય દરમ્યાન લેવા નહિ.
મકર રાશિ
મકર રાશિના જાતકોને પરાક્રમ ભુવનમાં આ યુતિ થશે ખોટા કાર્યો કરવા નહિ નહિતર ભવિષ્યમાં કાનુની પ્રક્રિયામાં પઇઈ જવાની સંભાવના છે. મહેનતનું ફળ નહિવત મળે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને ધન સ્થાનમાંથી આ યુતિ થશે. બચતનું જોર વધારે રાખવું, વારસાગત બીમારીથી સાવચેત રહેવું આંખોની બીમારીથી સાવચેત રહેવું.
મીન રાશિ
મીન રાશિના જાતકને દેહભુવનમાં યુતિ થશે આરોગ્યનું ધ્યાન રાખવું. માન સન્માનમાં કમી થઈ શકે છે. યોગ્ય નિર્ણય લેવા.
ખાસ કરીને આ સમય દરમ્યાન દરેક વ્યકિતએ પોતાના જીવનની નિર્ણય ખુબ વિચારીને લેવા વિદ્યાર્થી લોકોએ અભ્યાસમાં ખાસ ધ્યાન આપવું. આ સમય દરમ્યાન બુધવાર તથા શનીવારના એકટાણા રહેવા. મહાદેવજીને કાળા તલ-જળ ચડાવવું. હનુમાન ચાલીસાના પાઠક કરવા લાભદાયક બને.
* શાસ્ત્રી રાજદીપ જોષી
(વેદાંત રત્ન)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy