નવી દિલ્હી તા.15
પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના 13500 કરોડ રૂપિયાની લોનના કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોકસી હાલ બેલ્જિયમ પોલીસની પકડમાં છે અને ભારતીય અધિકારીઓ તેને ઝડપથી ભારત લાવવાની કોશીશમાં છે.
ત્યારે મેહુલ ચોકસીને લઈને વધુ એક નવો ખુલાસો થયો છે. જે મુજબ મેહુલ ચોકસીએ હંગેરીની નાગરિક બાર્બરા જબારિકા સામે હનીટ્રેપનો આરોપ લગાવ્યો છે. ચોકસીએ કહ્યું છે કે બાર્બરા જબારિકાએ તેને ટ્રેપમાં ફસાવ્યો અને અપહરણની કોશીશમાં સામેલ રહી હતી. ચોકસીની પત્નિના જણાવ્યા અનુસાર બન્નેની મુલાકાત 2020 માં થઈ હતી.
મેહુલ ચોકસીએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય એજન્ટે તેનું અપહરણ કર્યું ત્યારે આ પુરા પ્રકરણમાં બાર્બરા જબારિકા સામેલ હતી. ચોકસીએ આરોપ લગાવ્યો હતો કે બાર્બરાએ બહાનુ બતાવીને દોસ્તી કરી હતી.
કોણ છે બાર્બરા?
બાર્બરાએ પોતાની લિંકડ ઈન પ્રોફાઈલમાં ખુદને પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ એજન્ટ તરીકે બતાવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy