TRP કાંડમાં જવલનશીલ પ્રવાહીના FSL રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી: કલેકટર

Local | Rajkot | 30 May, 2024 | 04:41 PM
દુર્ઘટનામાં જાન ગુમાવનારા 23 દિવંગતોના પરિવારજનોને રૂા.92 લાખ અને બે ઈજાગ્રસ્તોને રૂા.50-50 હજારની સહાયની વહીવટી તંત્ર દ્વારા ચૂકવણી
સાંજ સમાચાર

રાજકોટ,તા.30
ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં જવલનશીલ પ્રવાહીના સેમ્પલ એફએસએલ અને પુરવઠા તંત્ર દ્વારા લેવામાં આવેલ છે. જેના રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.

અહીં એ ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ઝોનના અગ્નિકાંડમાં અનઅધિકૃત રીતે પેટ્રોલ ડીઝલના મોટા જથ્થાનો ઘટના સ્થળ પર ભરાવો કરાયાની વિગતો સામે આવ્યા બાદ આ મામલે કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટરને રજુઆત કરી ટીઆરપી ગેમઝોનમાં આટલો મોટો આ જવલનશીલ પદાર્થનો જથ્થો કેવી રીતે મંજુરી વગર રાખવામાં આવ્યો હતો? તે પ્રશ્ર્ન ઉઠાવી આ પ્રકરણમાં જીલ્લા પુરવઠા અધિકારીની જવાબદારી ફીકસ થતી હોય જીલ્લા પુરવઠા અધિકારીને ડીસમીસ કરવાની માંગણી ઉઠાવવામાં આવી હતી.

 કલેકટર પ્રભવ જોશીએ આ અંગે જણાવ્યું હતું કે આ અંગે ઘટનાસ્થળ પરથી જીલ્લા પુરવઠા તંત્ર અને એફએસએલ દ્વારા સેમ્પલ લેવામાં આવેલ છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે વર્ષ 2018માં ડીઝલનો જથ્થો રાખવા માટે સ્ટોક મર્યાદામાં છુટછાટ આપવામાં આવી હતી.

પરંતુ આ દુર્ઘટનામા કયા જવલનશીલ પદાર્થનો સંગ્રહ ઘટના સ્થળ પર કરવામાં આવ્યો હતો? આ જવલનશીલ પદાર્થ પેટ્રોલ ડીઝલ કે બાયોડીઝલ હતું તેની ચકાસણી કરવામાં આવી રહી છે. એફએસએલ રીપોર્ટ આવ્યા બાદ આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 કલેકટર પ્રભવ જોશીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27 વ્યકિતઓના મોત થયેલ છે. જેની ઓળખવિધી ડીએનએ રીપોર્ટના આધારે થઈ ચુકી છે. આ 27 મૃતકોના પરિવારજનો માટે રાજય સરકાર દ્વારા રૂા. ચાર-ચાર લાખની સહાય જાહેર કરવામાં આવી હતી.

જેથી આ 27 પૈકીની 23 વ્યકિતઓના પરિવારજનોને રૂા.4-4 લાખની સહાય એટલે કે રૂા.92 લાખની સહાય ઓનલાઈન તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત આ અગ્નિકાંડમાં જીજ્ઞાબા વિરેન્દ્રસિંહ જાડેજા અને ધ્રુમીલ કુંજડીયા નામના બે ઈજાગ્રસ્તોને રૂા.50-50 હજારની સહાય ઓનલાઈન તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj