રવિવારે પુનિત ભજન સમાજ દ્વારા ગેમઝોન ઘટના: મૃતકોને ભજનિક શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ

Local | Rajkot | 30 May, 2024 | 03:48 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.30
ગત તા.25 મેને શનિવારના રોજ બનેલી ઝછઙ ગેમઝોનની ઘટનાએ રંગીલા રાજકોટને બેરંગ કરી દીધું છે. આ ગોઝારી દુર્ઘટનામાં 28ના મૃત્યુ થયા છે. અનેક પરિવારોમાં શોકની સ્તુનામી ફરી વળેલ છે. રાજ્યભરમાં આ ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. 

આ તકે પુનિત ભજન સમાજ દ્વારા ઝછઙ ગેમઝોનની ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને આગામી તા.2ને રવિવારના રોજ સાંજે 5 થી 7 કલાક દરમ્યાન પંચનાથ મહાદેવ શ્રી પુનિત હોલ રાજકોટ ખાતે ભજનિક શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

‘સાંજ સમાચાર’ ની મુલાકાતે પ્રમુખ નવીનભાઈ કારેલીયા, તુલસીદાસભાઈ કારીયા, શૈલેષભાઈ ભૂપનાણી, કિરીટભાઈ પંડ્યા અને કનૈયાભાઈ સેવારામ આવ્યા હતા. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj