રાજકોટ. તા.20
સુરતમાં પાર્ટી પ્લોટમાંથી ફોક્સ લાઈટ ચોરતી ગેંગને પોલીસે પકડી પાડી ચોરેલ 60 એલઈડી લાઈટ કબ્જે કરી સાત શખ્સોની ધરપકડ કરી હતી. સિંગણપોર-ડભોલી પોલીસસે કાર્યવાહી કરી રૂ।.67 લાખનો મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર-1 ડીસીપીએ મિલકત વિરૂધ્ધના ગુના અટકાવવા તેમજ અનડીટેક ગુના શોધી કાઢવા આપેલ સૂચનાથી સિંગણપોર-ડભોલી પોલીસ મથકના પીઆઈ વાય.બી.ગોહીલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.જી.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ, પરાકમસિંહ, કોન્સ્ટેબલ અમિતકુમાર અને અક્ષયભાઇને વિશ્વાસુ દ્વારા બાતમી હકીકત મળેલ કે, સિંગણપોર વિસ્તારમાં આવેલ અલગ અલગ પાર્ટી પ્લોટમાંથી એલ.ઇ.ડી. ફોકસ ચોરી કરનાર મોટી વેડના રહેવાસી ક્રિશ ઉર્ફે ચક્કો અને રેહાન ઉર્ફે બાબો શેખ તેમજ બીજા બે શખ્સો હિતેન રાઠોડ અને અનિકેત નાયકા તેઓ બાઇકમાં ચોરી કરેલ એલ.ઇ.ડી. ફોકસ લઇને વેચવા માટે જવાના હોય અને ચારેય શખ્સો થોડીવારમાં ડભોલી ગામ સર્જન વાટીકાની બાજુમાં આવેલ આંબાવાડી પાસેથી પસાર થવાના હોય જેથી સ્ટાફે વોચમાં રહી પસાર થયેલ શખ્સોને અટકાવી નામ પૂછતાં ક્રિશ ઉર્ફે ચકુ જયેશ કથારીયા (ઉ.વ.19),(રહે.તુલસીભાઇની ચાલ ચાર બંગલા સરદાર ક્રીકેટ ગ્રાઉન્ડ સામે મોટી વેડ ગામ સુરત), રેહાન ઉર્ફે બાબો ફારૂક શેખ (ઉ.વ.19),( રહે.મોટીવેડ ગામ સુરત), હિતેન રાજુ રાઠોડ (ઉ.વ.રર),( રહે. મોટીવેડ ગામ સુરત) અને અનીકેત અશોક નાયકા (ઉ.વ.21),( રહે.નાયકાવાડા મોટીવેડ ગામ સુરત) જણાવ્યું હતું.
બાદમાં ચારેય શખ્સોના કબ્જામાં રહેલ એલ.ઇ.ડી. ફોકસ બાબતે પુછપરછ કરતા તેઓએ ત્રણેક દિવસ પહેલા રામકથા રોડ ઉપર રોયલ પાર્ક સોસાયટીની સામે આવેલ વૃંદાવન ફાર્મમાંથી મોડી રાત્રી દરમ્યાન બાઈકનો ઉપયોગ કરી કુલ 21 નંગ એલ.ઇ.ડી. ફોકસની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી.
તેમજ અન્ય ત્રણ મિત્રો સમીર શૈલેષ રાઠોડ, જય પોનમ રાઠોડ અને મનીષ સોમા દેવીપૂજક સાથે મળી અગાઉ મહાદેવ ફાર્મ, સિલ્વર ફાર્મ, રાજ પેલેસ ફાર્મ, સહજ ફાર્મમાંથી મોજ શોખ પુરા કરવા ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. ચોરેલ એલ.ઇ.ડી.ફોકસ નંગ-39 રાંદેર ખાતે ઇલેકટ્રીક રીપેરીંગ કરતા શખ્સને વેચાણથી આપેલનું જણાવ્યું હતું. પોલીસે કુલ 60 નંગ એલઇડી નાના મોટા ફોક્સ રૂ।.20 લાખ , બાઇક, મોબાઈલ ફોન મળી કુલ રૂ।.67 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીઓની સઘન પૂછતાછ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy