રાજકોટ તા.13
સોના-ચાંદીમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. સોનામાં રૂા.1130 અને ચાંદીમાં રૂા.4260નુ ગાબડુ પડયુ છે. જેને પગલે સોનાનો ભાવ રૂા.79750 અને ચાંદીનો રૂા.92650એ પહોંચ્યો છે. છેલ્લા પાંચ દિવસના સતત વધારા બાદ આજે ધરખમ ઘટાડો નોંધાયો છે.
અમેરિકાનું ઈન્ફલેશન નવેમ્બરમાં સતત બીજે મહીને વધતા 2025માં ફેડના રેટકટની સંભાવના ધુંધલાતી બનતા સોનુ સતત પાંચ દિવસ વધ્યા બાદ ગુરૂવારે વર્લ્ડ માર્કેટમાં ઘટયુ હતું.
સોનુ ઘટીને 2680 ડોલર થયુ અને ચાંદી 30.91 થયુ છે. ચીનના અગ્રેસીવ સ્ટીમ્યુલેસ પેકેજની ધારણા હોય ચાંદીમાં ડિમાન્ડ વધતા મજબૂતી વધી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy