ગાંધીનગર,તા.12
અહીં સેકટર 4 વિસ્તારમાં એક ઝુંપડામાં આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડના કર્મીઓ પહોંચ્યા ત્યારે આગમાં લપેટાયેલા ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થતા 4 ફાયર ફાઈટર્સ આગની ઝપટમાં આવી ગયા હતા, જેમાં ચારની ગંભીર હાલત છે.
તેમની હાલતને જોતાં તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના રાતે લગભગ 10 થી 11 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. જેની જાણકારી મળતાં જ સ્થાનિક રહીશોએ તાત્કાલિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને જાણ કરી હતી.
આ મામલે ફાયર ફાઈટર્સ વિભાગના અધિકારીએ કહ્યું કે અમને ગાંધીનગરના સેક્ટર 4 માં જાહેર શૌચાલયની પાછળ આવેલા ઝુંપડામાં આગ લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં ટીમને રવાના કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ શૌચાલયની પાછળ આવેલા આગમાં લપેટાયેલા ઝુંપડામાં ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં ફાયર ફાઈટર્સ ટીમના 4 સભ્યો આવી ગયા હતા. ચારેયની હાલત અત્યારે ગંભીર જણાવાઈ રહી છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy