(જીગ્નેશ ભટ્ટ)
મોરબી, તા.16
હળવદની સરા ચોકડી પાસેથી પસાર થઈ રહેલ આઇસર ટેમ્પોને ગૌરક્ષકો દ્વારા પોલીસને સાથે રાખીને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાહનને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી ભેંસના 19 પાડા તથા 2 પાડી આમ કુલ બંને 21 અબોલ જીવને કતલખાને લઈ જવામાં આવતા હતા જેને બચાવ્યા હતા ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચાલક સહિત કુલ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે.
મોરબી જિલ્લાના ગૌરક્ષકોને મળેલી હકીકત આધારે હળવદની સરા ચોકડી પાસે વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ હક્કિત મુજબનો આઇસર ટેમ્પો નંબર જીજે 16 એવી 1599 ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જેને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં રોકીને ચેક કરવામાં આવ્યો હતો તે વાહનમાંથી ભેંસના 19 પાડા અને 2 પાડી આમ કુલ મળીને 21 અબોલ જીવને દોરડા વડે ક્રૂરતા પૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું.
જેથી 21 અબોલજીવને ગૌરક્ષકોની ટીમ દ્વારા બચાવવા આવ્યા હતા. આ બાબતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબીના નવી પીપળી ગામે મારુતિ સોસાયટીમાં રહેતા વૈભવ જીતેશભાઈ ઝાલરીયા (27)એ સાહાદતઅલી શેરઅલી સૈયદ (44) તથા ઈમુભાઈ જોરાવરખાન બાબી (42) રહે.
બંને વટવા ચાર રસ્તા સદભાવનાનગર ચાર માળિયા બ્લોક અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy