પ્રભાસ પાટણ, તા.18
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના ગીર સોમનાથ જિલ્લામાં શ્રમિક પરિવારો માટે આશીર્વાદ સમાન બની છે. સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામના શ્રમિક પરિવારની બાળકી મુક્તિ જન્મજાત તૂટેલા હોઠની બીમારીથી પીડાઈ રહી હતી. આ બાળકીને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અંતર્ગત રાજકોટની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેથી બાળકીને નવજીવન મળ્યું હતું.
પ્રશ્ર્નાવડામાં મજૂરીકામ કરતા પરિવારમાં તા.6 મે, 2022ના રોજ એક બાળકીનો જન્મ થયો હતો. આ બાળકીનું નામ મુક્તિ પાડયું. જન્મથી જ બાળકીના હોઠ તૂટેલાં હતાં. જેથી દીકરીના માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું.
પરિવાર પારાવાર ચિંતામાં હતો ત્યારે જ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ પરિવારની મદદે આવી હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડો. દિશા ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રશ્ર્નાવડાના રમેશભાઇની મુક્તિને ક્લેફટ લિપ/ક્લેફટ પેલેટ (હોઠ અને તાળવું તુટેલું)ની બીમારી હતી. આર.બી.એસ.કે. ટીમ દ્વારા નિયમિત રીતે મુક્તિની તપાસ કરવામાં આવતી હતી.
પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તેમનું વજન અને લોહી ઓછુ હોવાને કારણે ઓપરેશન થઇ શકે તેમ નહોતું. આથી નિયમિત રીતે તપાસ કરવામાં આવતી હતી. ડોક્ટર્સને આશાનું કિરણ ત્યારે દેખાયું જ્યારે મુક્તી 3 વર્ષની થઇ અને વજન અને લોહીના રીપોર્ટ નોર્મલ આવ્યાં. સરકારની યોજના અંતર્ગત તૂટેલા હોઠના ઓપરેશન તેમજ સારવારનો તમામ ખર્ચ મફત થાય છે એવી માહિતી આપી હતી.
સમગ્ર પરિસ્થિતિથી વાકેફ થઈ અને બાળકીના પરિવારજનો ઓપરેશન માટે તૈયાર થતા રાજકોટની એક ખાનગી હોસ્પિટલ ખાતે મુક્તિને રિફર કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તૂટેલા હોઠની સફળ સર્જરી કરી હતી. જોકે, બાળકીનુ ઓછું વજન, લોહીની ઓછી ટકાવારી તથા બાળકીનું વારંવાર બીમાર પડવા જેવી અનેક મુશ્કેલીઓ હોવા છતાં વજન તથા લોહીની ઉણપ દૂર થયા બાદ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy