રાજકોટ, તા.21
રાજકોટની યુવતીને અમદાવાદના શખ્સે પત્ની સાથે છૂટાછેડા લઈ લગ્ન કરવાની લાલચે દુષ્કર્મ ગુજાર્યું હતું અને અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 20 લાખ પડાવ્યાં હતાં. બનાવ અંગે એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધું તપાસ અમદાવાદ પોલીસને સોંપી હતી.
બનાવ અંગે રાજકોટમાં વિરાણી સ્કૂલની પાછળ રહેતી 30 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કૃણાલ મયંક મચ્છર ઉર્ફે દુષ્યંત ઝવેરી (રહે. ગીતા એપાર્ટમેન્ટ, નીલકંઠમણી કો-ઓપરેટિવ સોસાયટી, વાસણા, અમદાવાદ) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે આઇપીસી 384, 376(2), 420,506, આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ફરીયાદ અમદાવાદ પોલીસમાં ટ્રાન્સફર કરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, થોડાં સમય પહેલાં તે આરોપીના પરિચયમાં આવેલી હતી. જે બાદ આરોપીએ તેણીને પ્રેમ જાળમાં ફસાવી હતી. આરોપી પોતે પરિણીત હોવાથી પત્ની સાથે છૂટાછેડા લેવાં છે તેમ કહીં યુવતીને પોતાના અમદાવાદના ફ્લેટમાં બીલાવી દુષ્કર્મ આચર્યું હતું.
અંગત પળોના ફોટા અને વિડીયો પણ ઉતારી લીધાં હતાં. જે બાદ આરોપીએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈ તેણી સાથે લગ્ન કરવા છે તેમ કહીં છૂટાછેડા લેવાં માટે આર્થિક મદદ માંગી હતી. જે બાબતે યુવતીએ પાંચેક લાખની મદદ કરી હતી.
જે બાદ આરોપીએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લીધાં ન હતાં અને યુવતી સાથે લગ્ન કરવા બાબતે આગળ વધતો ન હોય જેથી યુવતીએ દબાણ કરતાં આરોપીએ તેના અંગત પળોના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વધું 15 લાખ પડાવ્યાં હતા અને ફરીવાર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું.
જે બાદ યુવતી પોલીસ મથકે પહોંચતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફરીયાદ અમદાવાદ પોલીસ મથકમાં તપાસ માટે ટ્રાન્સફર કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy