રાજકોટ. તા.16
દસ દિવસ પહેલાં નાગરીક બેંક પાસે એક્ટિવા ચાલક મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ બનાવ ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જો કે, દસ દિવસમાં અનેક ચિલઝડપના બનાવો બનતા ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ટીમે આરોપીને દબોચી લીધાં હતા.
બનાવ અંગે થોરાળા વિસ્તારમાં સત્યમ પાર્ક શેરી નં.2 માં રહેતાં હીરલબા બળદેવસિંહ પરમાર (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે અને પરિવારમાં તેના પતિ અને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે.
ગઈ તા.04 ના રાત્રીના સાડા નવેક વાગ્યે તેણી એક્ટિવા લઈ સામાજીક કામથી રેષકોર્ષ ખાતે ગયેલ હતી, ત્યા તેમના ભાભી - દીપ્તીબા હેમેન્દ્રસિંહ જાદવ તથા બીજા સંબંધી નીશાબા વિપુલસિંહ ચાવડા ભેગા થતા રેષકોર્ષ ખાતે બેસેલ હતા.
બાદમાં રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ ત્યાથી છુટા પડતા નીશાબા ત્યાથી જ તેઓના ઘરે જતા રહેલ અને તેણી પણ પરત ઘરે આવતાં હતા ત્યારે રસ્તામાં બાર વાગ્યાની આસપાસ 80 ફૂટ રોડ સોરઠીયા વાડી સર્કલથી આગળ નાગરીક બેંક પાસે પહોંચતા તેઓએ ગળામાં પહેરેલ સોનાનો ચેઈન 12 ગ્રામ રૂ. 41,500 જે સોનાના ચેઇનની કોઈ અજાણ્યા ડબલ સવારી બાઈક વાળા શખ્સોએ પાછળથી ગળાના ભાગે હાથ લાંબો કરી પાછળ બેઠેલ ઇસમે ઝોંટ મારી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
ત્યારે અગાઉ ભોમેશ્વર અને મહિલા અંડર બ્રિજ પરથી પણ સોનાના દાગીનાની ચિલઝડપના બનાવો સામે આવતાં ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-2 ની ટીમે તપાસનો ધમધમાટ આદરી આરોપીને સકંજામાં લઈ સઘન પૂછતાછ આદરી વધું ચિલઝડપના ગુના ઉકેલવા તજવીજ આદરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy