રાજકોટ, તા 15
ટ્રમ્પની પોપ્યુલર ઈલેકટ્રોનિક્સ પરની ટેરિફ રાહતની જાહેરાત એકદમ અસ્પષ્ટ થતાં સોનું-ચાંદી વર્લ્ડ માર્કેટમાં વધુ ઘટયા હતા. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને 3189.30 ડોલર અને ચાંદી ઘટીને 31.68 ડોલરે પહોંચી હતી.
સ્થાનિક માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ રાજકોટમાં રૂા.400 અને અમદાવાદમાં રૂા.500 ઘટયું હતું જ્યારે ચાંદી પ્રતિ કિલો રાજકોટમાં રૂા.350 ઘટયા છે. આજે સોનામાં 400 ઘટતા ભાવ 96300 અને ચાંદીમાં રૂ 350 ઘટતા ભાવ 97900 એ પહોંચ્યો છે.
ચીનની જેમ મેક્સિકો, વિયેટનામ, ઈન્ડોનેશિયા, વિગેરે દેશો સાથે પણ ટ્રેડ ડેફિસિટ પણ દુર કરવાનું લક્ષ્ય હોઇ ટેરિફ વધારા દ્વારા પ્રેશર ટેકનીકનું મિકેનિઝમ હજુ ચાલુ રહેશે જેને કારણે દરેક ટેરિફની જાહેરાતોને પગલે સોના-ચાંદી સહિતની તમામ માર્કેટોમાં હલચલ ચાલુ રહેશે.
જો કે જિઓપોલિટિકલ ટેન્શન, ટ્રેડવોરને કારણે ઊભું થનારૂ ઇકોનોમિક ટેન્શન, ગોલ્ડ ઇટીએફ અને સેન્ટ્રલ બેન્કોનું વધતું બાઇગ આ તમામ કારણો મોજુદ હોઇ સોના-ચાંદીમાં કોઇ મોટો ઘટાડો આવવાની શક્યતા દુર-દુર સુધી નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy