સોનાનો ભંડાર પાંચ વર્ષમાં ગોલ્ડ રિઝર્વમાં 34 ટકાનો મોટો વધારો

India, Business | 14 May, 2024 | 03:47 PM
રિઝર્વ બેંક પાસે 822 ટન સોનુ; 2019માં 612 ટન હતું
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.14
સોનાના ભાવમાં છેલ્લા કેટલાંક વખતથી અસામાન્ય વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ભારતે જંગી ખરીદી કર્યાનો રીપોર્ટ જારી થયો છે. માર્ચ 2019થી માર્ચ 2024 સુધીમાં ભારતે ઘરઆંગણે જ રાખેલા સોનામાં 40 ટકાનો મોટો વધારો થયો છે. આ સમયગાળામાં સરકારના ગોલ્ડ રિઝર્વમાં પણ 34 ટકાનો વધારો થયો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો આંકડાકીય રીપોર્ટ એવું સુચવે છે કે માર્ચ-2024ની સ્થિતિએ બેંક પાસે 822 ટન સોનુ છે તેમાંથી 408 ટન દેશમાં જ રાખવામાં આવ્યું છે. માર્ચ 2019ની સ્થિતિએ 612 ટનનો સ્ટોક હતો તે પૈકી 292 ટન ભારતમાં જ હતું.

વિદેશી હુંડિયામણ મેનેજમેન્ટ સંબંધી અર્ધવાર્ષિક રીપોર્ટમાં એમ સુચવાયું છે કે કુલ વિદેશી હુંડિયામણ અનામતમાં સોનાનો હિસ્સો સપ્ટેમ્બર-2023ની સ્થિતિએ 7.37 ટકા હતો તે માર્ચ-2024ની સ્થિતિએ 8.15 ટકા થયો છે.

ભારતનું વિદેશી હુંડિયામણ અનામત 641 અબજ ડોલરે પહોંચી છે જે માર્ચ-2023માં 578 અબજ ડોલર હતી. હુંડિયામણ અનામત સામે ટુંકાગાળાના ઋણની ટકાવારી છેલ્લા છ માસમાં 22 ટકાથી ઘટીને 20.3 ટકા થઇ છે.

મહત્વની વાત એ છે કે એપ્રિલથી ડિસેમ્બર-2023માં વિદેશી હુંડિયામણ અનામતમાં 32.9 અબજ ડોલરનો વધારો થયો હતો જે આગલા વર્ષના સમાનગાળામાં 14.7 અબજ ડોલર ઘટ્યું હતું.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj