રાજકોટ તા.21
ફરીયાદી નિતેષભાઈ જસમતભાઈ ઘેલાણી ગોંડલ તાલુકાના દાળીયા ગામના વતની હોય તથા આરોપી જીજ્ઞેશભાઈ હરજીભાઈ ઘવા મોવિયા ગામના વતની હોય તેઓ બન્ને વચ્ચે વર્ષો થયા મિત્રતાના સબંધો હોય તે રૂએ આરોપીને નાણાકીય જરૂરીયાત ઉપસ્થિત થતા ફરીયાદીએ આરોપીને રૂા.7,20,000/- હાથ ઉછીના આપેલા જે બદલ આરોપીએ ફરીયાદી જોગ પ્રોમીસરી નોટ કરી આપેલી. ત્યારબાદ રકમ ચુકવવા આરોપીએ આપેલ ચેક-રિટર્ન થતા નોટીસ પાઠવી રકમ ચુકવી આપેલ નહીં.
ના છુટકે ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ ગોંડલ કોર્ટમાં ફરીયાદ કરેલ. જે કેસ ચાલી જતા ફરીયાદી તરફે ગોંડલના વકીલ નિરંજય એસ. ભંડેરી દ્વારા કાયદા અને હકીકતના મુદાઓ ઉપર રજુઆત કરવામાં આવેલ તેમજ આરોપીએ એકાઉન્ટ કલોસનો બચાવ લઈ એચડીએફસી બેંક ગોંડલને સાહેદ તરીકે તપાસેલ તે સાહેદની ઉલટ તપાસથી પણ આરોપીની તરફેણનું નહીં.
પરંતુ ફરીયાદીની તરફેણનું પુરવાર તથા હોય તે તમામ રજુઆતો ધ્યાને લઈ ગોંડલના એડી. ચીફ જયુડી. મેજી. મેહુલભાઈ ડી. પરમારે આરોપીને એક વર્ષની સજા તથા ચેક મુજબની રકમ રૂા.7,20,000/- વળતર પેટે ફરીયાદીને ચુકવી આપવા હુકમ ફરમાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy