નવી દિલ્હી,તા.19
આઠમાં પગાર પંચની રચનાને લઈને સરકાર ઝડપથી જાહેરાત કરી શકે છે તેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે મોંઘવારી ભથ્થાને સમાયોજીત કરવા માટે નવી ફોર્મ્યુલા લાગુ થઈ શકે છે.
સાથે સાથે ફિટમેઝર ફેકટરમાં પણ સંશોધન કરવામાં આવી શકે છે. આ સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓનાં પગારમાં સારો વધારો જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે કમિશનની રચનાનુ એલાન કર્યુ હતું. તેના અધ્યક્ષ અને સભ્યોની નિયુકિતની પ્રક્રિયા ચાલી રહી છે. પગાર પંચની રચનાને લઈને ભલામણ પત્ર ટુંક સમયમાં ઈસ્યુ થશે. દરમ્યાન ફિટમેન્ટ ફેકટર (વેતનમાન નિર્ધારણનો આધાર) ને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.
કેટલાંક કર્મચારી સંગઠન એમ માનીને ચાલી રહ્યા છે કે આ વખતે ફિટમેન્ટ ફેકટર 2.86 નું હશે. આની પાછળ એવો તર્ક આપવામાં આવે છે કે સરકાર વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેકટરમાં પણ સંશોધન કરશે.
આવી રીતે કામ કરે છે ફિટમેન્ટ ફેકટર
ખરેખર તો ફિટમેન્ટ ફેકટરનાં આધારે જ મૂળ વેતનમાં વધારો થાય છે.દાખલા તરીકે જો એક કર્મચારીનાં મુળ પગાર (બેઝિક સેલરી) 20 હજાર રૂપિયા છે તો તેના ફીટમેન્ટ ફેકટર 2.86 થી ગણવામાં આવશે. જેના આધારે મૂળ વેતન વધીને 57,200 રૂપિયા થઈ શકે છે પણ સુત્રો બતાવે છે કે ફિટમેન્ટ ફેકટર 2.0 થી નીચે જ રહેશે.
સરકાર 1.90 થી માંડીને 1.95 નું ફિટમેન્ટ લગાવી શકે છે. સુત્રોએ પણ બતાવે છે કે, સરકાર આ વખતે ફિટમેન્ટને ઓછુ રાખીને મોંઘવારી હપ્તાને સમાયોજન કરવા માટે અલગથી કોઈ ફોર્મ્યુલા લાવી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy