(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.18
અમરેલી જિલ્લાની મુલાકાતે આજે રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આવ્યા હતા તે દરમ્યાન દુધાળા હેતની હવેલીની મુલાકાત લીધી હતી. આ તકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાએ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને તેમના પરિવારના સદસ્યોને આવકારી સન્માનીત કરેલ. ત્યારબાદ હેતની હવેલી ખાતે આવેલ ક્રિષ્ના બર્ડ પાર્કની મુલાકાતે આચાર્ય દેવવ્રતજી પહોચ્યા ત્યાં પક્ષીઓ સાથે આનંદ માણ્યો હતો.
બાદ પ્રાકૃતિક ખેતીની જમીનમાંથી ઉત્પન્ન થયેલ શેરડીમાંથી બનતા ગોળના રબાડા (સીચોડાની) મુલાકાત લઈ મધથી મીઠા ગોળનો સ્વાદ માણ્યો હતો.
આ તકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા ઉપર ધનજીભાઈ ધોળકીય, જીલ્લા કલેકટર અજય દહીંયા એસ.પી. સંજય ખરાત, ડી.ડી.ઓ. પરિમલ પંડયા સહીત ધોળકીયા ફાઉન્ડેશનના કનક પટેલ સહીતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી ગોળનો મિઠો સ્વાદ માણ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy