સૌરાષ્ટ્ર-કચ્છમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી : ઠેર ઠેર શોભાયાત્રા યોજાઇ

Saurashtra | Rajkot | 15 April, 2025 | 11:34 AM
ડો.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીના રાજકોટ, બોટાદ, બાબરા, વિંછીયા, નિકાવા, કાલાવડ, વડીયા, જામખંભાળીયા, મોરબી, કોટડાસાંગાણી, વાંકાનેર, માંગરોળ, પ્રભાસપાટણ, વેરાવળ, સાવરકુંડલા, જામજોધપુર, ધ્રોલ, ગોંડલ સહિતના ગામો-શહેરોમાં અનેરા ઉલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 15
ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વરત્ન, મહામાનવ છે. ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીની રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. ઠેર ઠેર શોભાયાત્રાના આયોજનો  કરાયા હતા. ભજન સંધ્યા, મહાપ્રસાદ તથા ડો.આંબેડકરજીની પ્રતિમાને વિવિધ સંસ્થાઓ તથા રાજકીય પક્ષોએ ફુહાર કરીને ભાવ વંદના કરી હતી.

રાજકોટ
રાજકોટમાં ડો.બાબાસાહેબ આંબેડકરની 13મી જન્મજયંતિ અનેરા ઉલ્લાસ સાથે ઉજવાઇ હતી. શહેરમાં શોભાયાત્રા સહિતના વિવિધ આયોજનો કરાયા હતા.

ગોંડલ
ગોંડલ ભારતના બંધારણના નિર્માતા, ભારત રત્ન, દેશના પ્રથમ કાયદા મંત્રી અને વિદ્વાન અર્થશાસ્ત્રી, પ્રખર સામાજિક અને રાજકીય લીડર એવા શ્રી ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિતે સમસ્ત મેઘવાળ સમાજ તેમજ ડો. બાબા સાહેબ આંબેડકર ઉત્સવ સમિતિ દ્વારા એક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલી ભગવતપરા આંબેડકર નગર મેઘવાડ સમાજની વાડીએથી ભવ્ય મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

 ડો. બાબા સાહેબ આંબેડકર ની 134મી જન્મ જયંતિ નિમિતે સવારે 10 કલાકે શહેરના ભગવતપરા મેઘવાળ સમાજની વાડીએ થી મહારેલી પ્રસ્થાન કરી હોસ્પિટલ ચોક, ટાઉનહોલ રોડ, કડીયાલાઈન ખટારા સ્ટેન્ડ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી. રેલીના સમગ્ર રૂટ પર ધજા, પતાકા, લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવ્યું હતું.  તેમજ ડો. બાબા સાહેબ અંબેડકરજીના વિચારધારાના વિવિધ હોર્ડિંગ સમગ્ર રૂટ પર લગાવવામાં આવ્યા હતા.  

ડો. બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતિ નિમિતે મહારેલી દરમ્યાન પટેલવાડી ચોક ખાતે ટીનાભાઈ સાટોડીયા તેમજ સમસ્ત પટેલ સમાજ, ભગવતપરા ખાતે ગીરીશભાઈ ગોહેલ તેમજ કોળી સમાજ, હોસ્પિટલ પુલ સમસ્ત મેઘવાળ સમાજના દિનેશભાઇ પાતર અને વિનુભાઈ લુણસિયા, માંડવી ચોકમાં બંટીભાઈ દાફડા, એસબીઆઇ બેંક પાસે સુન્ની મુસ્લિમ ખાટકી સમાજના ઈમરાનભાઈ કટારીયા તેમજ હારિફભાઈ (પે ટી સ્ટોલ) સહિત વિવિધ સમાજ દ્વારા ઠંડા પીણાં તેમજ આઈસ્ક્રીમના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

કાલાવડ
કાલાવડ તાલુકાના ખરેડી ગામે ડો.બાબા આંબેડકર સાહેબ ની 134 મી જન્મ જયતિ નિમિતે સભા તેમજ રેલી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં ગ્રામ જનો તેમજ આજુબાજુના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ ખરેડી ગામના સરપંચ સગરામ બાંભવા તેમજ  ઉપ સરપંચ શ્રી રાજભા જાડેજા  તેમજ પિન્ટુભા તેમજ જીલ્લા પંચાયત વિરોધ પક્ષ જામનગરના નેતા જે. પી. મારવિયા તેમજ કેવલમ સ્કૂલ ખરેડીના ટ્રસ્ટી ભાવેશભાઈ વીરડીયા તેમજ હરેશ ભાઈ ગરૈયા, તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઇ શિંગાળા તેમજ ચિરાગ ભાઈ જોશી, રમેશભાઈ બથવાર(ગ્રામ સેવક), નિકાવા ના સરપંચ રાજુભાઈ મારવિયા, ગુંદા ગામના કિસાન મોરચાના પ્રમુખ અંબાલાલ સિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી
ભારતના બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અને મોરબીમાં પહેલી વખત હાથીની અંબાડી બંધારણ મૂકીને ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે આજે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં ધારાસભ્યો સહિતના આગેવાનો જોડાયા હતા.

 

ધ્રોલ
ધ્રોલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતી 5્રસંગે એકતા સૈનિક ગ્રુપના કાર્યકરો દ્વારા ધ્રોલના ખારવા રોડ પર આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને ધ્રોલ શહેર તથા આજુબાજુના  ગામડાઓમાંથી એકત્રીત થયેલા. કાર્યકરો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી ખારવા રોડ ખાતેથી શરૂ થઇને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇને અત્રેના ગાંધી ચોક ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે એકત્ર થયેલ આ પ્રસંગે કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી  અર્પણ કરવામાં આવેલ.

ખંભાળીયા
 બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દલિત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અહીંના બુદ્ધ યુવક મંડળ દ્વારા ગઈકાલે સોમવારે સવારે મહારેલી યોજાઇ હતી.

આ રેલી આંબેડકર ચોકથી શરૂ થઈ અને ચાંદાણી મસ્જિદ, નગર ગેઈટ, જોધપુર ગેઈટ ચોક ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પહાર કરી અને ત્યારબાદ સલાયા રોડ થઈ અને ચાર રસ્તા પાસે પહોંચી હતી. જ્યાં બાબા સાહેબ આંબેડકર ચોકમાં બાબા સાહેબને સૂતરની આંટી પહેરાવીને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગોવિંદ સોલંકી, રાકેશ રાઠોડ, કિરણ પરમાર, કિશોર વાઘેલા, હરેશ મકવાણા, મનોજ ચાવડા, આલા કટારીયા સહિત બુધ્ધ યુવક મંડળ અને યુવા ગ્રુપના કાર્યકરો જોડાયા હતા.

નિકાવા
કાલાવડ શ્રી રામદુત સેવા સમિતિ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. જેમાં ઉપસ્થિત કાલાવડ ના ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા/ શ્રી રામદુત સેવા સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલ/વિરેન્દ્રસિંહ જાડેજા/હસુભાઈ વોરા/મનોજભાઈ પરમાર/પ્રવીણભાઈ લીંબાણી/સુરેશભાઈ શુકલ/રમણીકભાઈ મહિડા તેમજ બહોળી સંખ્યામાં બાબાસાહેબની રેલીમા લોકો જોડાયા હતા.

જામજોધપુર
જામજોધપુરમાં ડો.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નાગરાજ

ગ્રુપ દ્વારા બર્થડે કેક કાપીને ઉજવાઇ હતી.

જેમાં અનુ.જાતિ ઉપપ્રમુખ રમેશભાઇ મકવાણા, વિજય મકવાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

બોટાદ
બોટાદમાં ડો.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી બોટાદના રાજમાર્ગો ઉપર ડી.જે., ઘોડા, ફોર વ્હીલો તેમજ નાચતા ગાતા ફરી હતી જેમાં દલીત સમાજના આગેવાન અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દલીત સમાજના લોકો જોડાયા હતા. જેમાં અનેક સ્થળે પાણી-સરબત  તેમજ છાશના સ્ટોલના ઉભા કરવામાં આવેલ.

સાવરકુંડલા
14 એપ્રિલ 2025 સોમવારના રોજ સમગ્ર દેશ અને  દુનિયામાં મહામાનવ ડો. ભીમરાવ.આર આંબેડકરજી ની 134 મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી થઈ હતી.

ત્યારે સાવરકુંડલામાં પણ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ની ઉજવણી થઈ હતી. અને આદર્શ બંધારણના ધડવૈયા એવા બાબાસાહેબ માત્ર કોઈ એકજ કોમ નુ નહી પરંતુ બધા સમાજ અને તમામ વર્ગો નુ ગૌરવ છે અને આદર પાત્ર છે.

જેણે કાયદા દ્વારા સમાન હક્કો અને  અધિકારો પ્રાપ્ત કરાવેલ છે છે. ત્યારે આ તકે તેમને યાદ કરી વંદન કરી તેમની જન્મ જયંતી નિમિત્તે સાવરકુંડલામાં ભવ્ય ઉજવણી થઈ હતી. જેમાં વડીલો યુવાનો અને નાની બાળાઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવવામાં આવ્યા હતા.

વેરાવળ
વેરાવળ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતી નિમિત્તે રક્ત દાન કેમ્પ યોજાયો હતો. ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ દ્વારા રક્ત દાન કેમ્પનું ટાવર ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં મુંબઈ થી આવેલ ઉદ્યોગપતિ  જીવરાજભાઈ ચાંડપા સહીતનાએ બ્લડ ડોનેશન કરી માનવતાનો ધર્મ બજાવ્યો હતો અને તમામ રક્ત દાતાઓને સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા હતા.

આ તકે પરસોતમભાઈ પટેલ, ગીરીશભાઈ ભજગોતર, દિનેશભાઈ આમહેડા, ગોવિંદભાઈ ચાવડા, કાજલબેન ભજગોતર, બીજલભાઈ પરમાર, મનસુખભાઇ ભજગોતર, રાજેશ બામણિયા, દિનેશભાઈ ભજગોતર સહીતના હાજર રહેલ હતા. સંસ્થાના અધ્યક્ષ ભગવાનભાઈ સોલંકીને રેડક્રોસ સોસાયટીના ચેરમેન કિરીટભાઈ ઉનડકટ, ઇન્ચાર્જ પી.આઇ. એલસીબી એ.બી.જાડેજા, સિટી પી.આઈ. એચ.આર.ગૌસ્વામી એ સન્માન પત્ર આપી સન્માનીત કરાયા હતા.

પ્રભાસપાટણ
14 એપ્રિલ ના ડો બાબાસાહેબ આંબેડકર ના જન્મ જયંતી નિમિત્તે સોમનાથ ખાતે આવેલ વણકર સમાજ ટ્રસ્ટ સંચાલિત સંઘમ ભવન ખાતે આગેવાનો ની ઉપસ્થિતિમાં ડો. બાબાસાહેબ આંબેડકરને ચાર કિલો કેક કાપી ને ઉત્સવ ઉજવાયેલ આ કેક શહિદ જીતેન્દ્રભાઈ ના પુત્ર હર્ષિત જીતેન્દ્રભાઈ સોલંકી ના હસ્તે કાપવામાં આવેલ આ તકે ઉપસ્થિત તમામ આગેવાનો એ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ આ તકે સમાજ ના આગેવાનો પ્રમુખો પટેલો એ હાજરી આપી હતી અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ જેમાં બેન્ડ બાજાની રમઝટ સાથે બાબાસાહેબ ના જયઘોષ સાથે ખુબજ વિશાળ શોભાયાત્રા નિકળેલ શોભાયાત્રા ના રૂટ ઉપર ઠેર ઠેર ચા પાણી ઠંડાપીણા સહિત નો સ્ટોલ રાખેલ અને શોભાયાત્રા નુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ.

વડીયા
વડિયામાં ડો. આંબેડકર નગર થી ડીજે ના તાલે રાસગરબા સાથે ડો. આંબેડકર ની તસ્વીર સાથે ના રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે આંબેડકર હોલ થી બસ્ટેન્ડ, શિવાજી ચોક, મામલતદાર ઓફિસ થઇ ને મુખ્ય બજારમાં નીકળી હતી. આ શોભાયાત્રા માં મામલતદાર ઓફિસ સ્થિત ડો. ભીમરાવ આંબેડકર ની તસ્વીર ને હારતોરા કરી બાબા સાહેબ અમર રહો ના નારા લાગ્યા હતા તો સમગ્ર મામલતદાર ઓફિસ ના કેમ્પસ માં રાસગરબા ની રમઝટ બોલતી જોવા મળી હતી.

આ શોભાયાત્રા માં વડિયા અને આસપાસના ગામના દલિત સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યા માં જોડાઈ ને ડો. ભીમરાવ આંબેડકર ની 134મી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ આ દિવસને ખાસ બનાવવા માટે રાત્રી ના સમયે નામાંકિત કલાકરો નો ભવ્ય લોકડાયરો પણ યોજવામાં આવનાર છે.

વાંકાનેર
વાંકાનેર નગરપાલિકા ખાતે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા સદસ્યો તેમજ વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

કોટડાસાંગાણી
કોટડાસાંગાણી માં ડો બાબાસાહેબ આંબેડકર 134 મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવેલ ડો આંબેડકર જન્મ જયંતી નિમિત્તે દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવેલ હતી આ પ્રસંગે આંબેડકર ડો બાબાસાહેબ પ્રતિમા ઉપર ફૂલહાર કરવામાં આવેલ હતા અને કોટડાસાંગાણી શહેરમાં બેનરો અને જડીઓ રોડ ઉપર લગાવામાં આવેલ હતી.

તા 14 ના સવારથી તડામાર તૈયારી કરવામાં આવેલ હતી અને સાંજ ના સમયે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં આ શોભાયાત્રા ડો આંબેડકર ચોક થી સરીફ ચોકથી સરદાર ચોકથી નિકળી હતી આ સોભા યાત્રા મેન રોડ ઉપર ફરેલ હતી અને સરદાર સાહેબની પ્રતિમા ઉપર ફૂલહાર કરવામાં આવેલ હતા અને મોટી સંખ્યામાં રહેલી કાઢવામાં આવેલ હતી ડોક્ટર આંબેડકર સાહેબ નારા લગાવવામાં આવેલ હતા અનેરો ઉત્સવ ડોક્ટર આંબેડકર સાહેબની જન્મ જયંતી નિમિત્તે જોવા મળેલ અને આ શોભાયાત્રામાં અને રેલીનુ ડો આંબેડકર ચોક ખાતે સમાપન કરવામાં આવેલ હતું.

વિંછીયા
અહીં વિંછીયા માં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના શુભ હસ્તે આંબલી ચોક નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની નવીન બનાવવામાં આવેલી પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. અનાવરણ થતા ‘જય ભીમ, જય ભીમ’ અને ‘જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા’ નાદ ગુંજી ઉઠ્યા હતા. આ તકે દલિત સમાજ સહિત સર્વે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માંગરોળ
માંગરોળ એસ.ટી. ડેપો ખાતે ડોક્ટર બાબા આંબેડકરજીની 134 મી જન્મજયંતી ની ઉજવણી અંતર્ગત ડેપોના અધિકારીઓ કર્મચારીઓ આગેવાનો દ્વારા બાબાસાહેબની છબીને હારતોરા કરી પુષ્પાંજલિ આ કરાઈ તેમજ તેમના ભારત દેશ માટે આપેલ યોગદાન વીશેની માહીતી આપવામા આવેલ હતી.

આ કાર્યક્રમમા માંગરોળ નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, પાલીકા સદસ્યો ભાણજીભાઈ ગોહેલ. ગીતાબેન ગોહેલ તેમજ દલિત સમાજના આગેવાન સહીત માંગરોળ એસ. ટી સ્ટાફ દ્વારા હાજરી આપી વિશેષ રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી.

માંગરોળ સમગ્ર અનુસુચિત જાતિ અને તમામ સમાજના આગેવાનો સાથે આજે  ડો.બાબા સાહેબની જન્મ જયંતી ની ઉજવણી નિમિતે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ રેલીમાં માંગરોળ માળીયા ઘારાસસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, નગરપાલીકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, ભાજપ રાષ્ટ્રીય આગેવાન વેલજીભાઈ મસાણી, દલિત સમાજ પટેલ વરસિંગ ભાઇ, એડવોકેટ મનિષભાઇ ગોહેલ, ભાજપ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, ભાણજીભાઈ ગોહેલ સહિત તમામ સમાજના પ્રમુખો અને આગેવાનો અને નગર સેવકો રાજકીય નેતાઓ જોડાયા હતા તાલુકા પંચાયત પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજી ના સ્ટેચ્યુને આગેવાનો દ્વારા ફુલ હાર કરી જય ભીમના નારા લગાવ્યા હતા. લીમડા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમાજના આગેવાનો નું ફુલ હાર કરી સન્માન કરવામાં આવ્યું હતું.

બાબરા
બાબરા શહેર અને તાલુકાના સર્વે જ્ઞાતિ આગેવાનો દ્વારા બાબરા શહેર સોમાભાઈ બગડાના નિવાસ્થાને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી .

જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો  પ્રભાતભાઈ કોઠીવાળ. નીતિનભાઈ રાઠોડ. હિંમતભાઈ દેત્રોજા બાબરા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ કલકાણી. પૂર્વ મહામંત્રી મહેશભાઈ ભાયાણી. બીપીનભાઈ રાદડિયા મહામંત્રી રાજુભાઈ વિરોજા .

તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ બગડા બાબરા શહેર પ્રમુખ કિરીટભાઈ પરવાડીયા બાબરા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મુન્નાભાઈ મલકાણની ટીમ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ બુટાણી પૂર્વ પ્રમુખ ધીરુભાઈ વહાણી વકીલ મંડળ પ્રમુખ વશરામભાઈ સુસરા નોટરી અને કાઠી સમાજ અગ્રણી પ્રતાપભાઈ ખાચર દરબાર શ્રી ચાપરાજભાઈ વાળા. કાઠી સમાજ અગ્રણી પૂર્વ સરપંચ ખોડુભાઇ શાક. નગરપાલિકા સદસ્ય  જગુભાઈ ખાદા . ભરતભાઈ રંગપરા બ્રહ્મ ક્ષત્રિય આગેવાન પત્રકાર ચિત્રંજનભાઈ છાટબાર બ્રહ્મ સમાજના આગેવાન દીપકભાઈ કનૈયા માળી સમાજના આગેવાન પત્રકાર વિજયભાઈ માળી સહિતના અન્યો જોડાયા હતા.

જુનાગઢ
ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જૂનાગઢ શહેરમાં 134 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ શહેરમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. અને અનેક જગ્યાએ બ્લડ કેમ્પ, સમૂહ લગ્નનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં આજે 14 એપ્રિલને સોમવારે ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ દિવસ નિમિતે શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, અહીના બીલખા રોડ પરથી સાંજે વિશાળ સંખ્યામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, અને રાજમાર્ગો પર ફરીને કાળવા ચોક ખાતે આવેલ ડો.બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કર્યા હતા. તેમજ ભવનાથ તળેટી ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહિયાં 11 યુગલોના સમૂહલગ્ન યોજાયા હતા.

કાર્યક્રમમાં સમૂહલગ્ન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ, તબીબી તપાસ કેમ્પ અને અંગદાન શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિયાં 500 થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ અંગદાન માટે શપથ લીધા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj