ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ વિશ્વ જુનિયરે ચેસ ચેમ્પિયનશિપ 2024નું ગિફ્ટ સિટીમાં ઉદ્ઘાટન કર્યું

Gujarat, Sports | Ahmedabad | 03 June, 2024 | 11:05 AM
સાંજ સમાચાર

અમદાવાદ, 3
ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઇચેક્સ (FIDE) ની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રતિષ્ઠિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રથમ વખત ગુજરાત ગર્વથી વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે. 46 દેશોના પ્રતિનિધિત્વ અને 220 કુશળ ખેલાડીઓ સાથે, વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપના ખિતાબનો દાવો કરવા માટે મંચ તૈયાર છે.

પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા અને પાંચ વખતના ભૂતપૂર્વ વિશ્વ ચેસ ચેમ્પિયન, ગ્રાન્ડ માસ્ટર અને FIDEના નાયબ પ્રમુખ વિશ્વનાથન આનંદએ ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબમાં વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યુ હતું.

આ પ્રસંગે તેમણે ભારતને વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024ની યજમાની કરવાની ખુશી વ્યક્ત કરી હતી અને પ્રશંસા કરતાં કહ્યું હતું કે, વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024નો ભાગ બનવું એ ખૂબ જ સન્માનની વાત છે.

આ ઇવેન્ટ ચેસની દુનિયામાં વધતી પ્રતિભા અને આ બૌદ્ધિક રમતને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. હું અહીં યુવા ખેલાડીઓના આવા વૈવિધ્યસભર જૂથને જોઈને રોમાંચિત છું અને કેટલીક રોમાંચક મેચોની રાહ જોઈ રહ્યો છું.

આ વર્ષે, ચેમ્પિયનશિપે 38 ફેડરેશનના 228 સહભાગીઓને ભાગ લીધો છે, ઓપન કેટેગરીમાં 40 દેશોના 126 સહભાગીઓ છે, જ્યારે મહિલા કેટેગરીમાં 28 ફેડરેશનમાંથી 102 એન્ટ્રીઓ છે. જેમાં 13 ગ્રાન્ડમાસ્ટર્સ, 28 ઇન્ટરનેશનલ માસ્ટર્સ (મેલ અને ફીમેલ), 2 ફીમેલ ગ્રાન્ડમાસ્ટર્સ અને 10 ઇન્ટરનેશનલ ફીમેલ માસ્ટર્સ ભાગ લે છે.

અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતા અત્યાર સુધીના સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા આ સ્પર્ધા માં ભાગ લઈ રહ્યા છે, જેમાં GM પ્રણવ આનંદ અને મહિલા ખેલાડી IM દિવ્યા દેશમુખ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj