ચારધામ યાત્રા બની યાતના

ચારધામમાં ફસાયેલા યાત્રીઓ સાથે ઉઘાડી લૂંટ: પાણીની બોટલના રૂ।.50, શૌચાલયના રૂ।.100!

India | 15 May, 2024 | 05:16 PM
યાત્રીઓની મજબુરીનો ગેરલાભ લેતા સ્થાનિકો
સાંજ સમાચાર

દહેરાદૂન,તા.15
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ જતાં તંત્ર ધંધે લાગી ગયું છે. ખાસ કરીને ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ ચક્કાજામથી હરિદ્વારથી આગળ બરકોટમાં છે. જ્યાંથી સીધા ગંગોત્રી અને યમુનોત્રી જઈ શકાય છે.

બરકોટથી ઉત્તરકાશી તરફ 30 કિ.મી. માર્ગ વન-વે છે. આવી સ્થિતિમાં મંદિરથી પરત ફરતા વાહનોને પહેલા બહાર કાઢવામાં આવી રહ્યા છે. ગંગોત્રી અને યમુનોત્રીની તુલનામાં, કેદારનાથના રસ્તા પર ઓછો ટ્રાફિક છે. મંગળવારે 23 હજાર લોકોએ કેદારનાથ-બદ્રીનાથની મુલાકાત લીધી હતી.

હવે આ યાત્રામાં ફસાયેલા ભક્તો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવાના અહેવાલો મળી રહ્યા છે. લાંબા સમય સુધી ફસાયેલા ભક્તો પાસેથી સ્થાનિકો પાણી, શૌચાલય માટે પણ મોટા પાયે પૈસા વસૂલી રહ્યા છે.  

ઉત્તરકાશીથી 20 કિમી આગળ ગયા પછી, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો રસ્તાના કિનારે આરામ કરતા જોવા મળ્યા હતા. જે જગ્યાએ ટ્રાફિક જામ હતો ત્યાં ન તો ખાવાનું મળે છે કે ન તો રહેવાની જગ્યા છે.

આવી સ્થિતિમાં નજીકના લોકો પાણીની બોટલ માટે 30-50 રૂપિયા અને શૌચાલયનો ઉપયોગ કરવા માટે 100 રૂપિયા સુધી વસૂલી રહ્યા છે. ઉત્તરાખંડમાં ચાર દિવસમાં ચાર ધામ યાત્રામાં અત્યાર સુધીમાં 1.30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj