રાજકોટ, તા.17
વિજ્ઞાન ગુર્જરી એ વિજ્ઞાન ભારતી (વિભા)નો ગુજરાત એકમ છે. વિજ્ઞાન ગુર્જરી ભારતીય વૈજ્ઞાનિકો, ભારતીય ગુરૂ-શિષ્ય પરંપરા તેમજ ભારતના ભવ્ય વૈજ્ઞાનિક વારસા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. "ગુજરાત વિજ્ઞાન સંમેલન (GVS) વિજ્ઞાન ગુર્જરી દ્વારા દર વર્ષે ગુજરાત વિજ્ઞાન સંમેલનનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે તા. 15 થી 30 જાન્યુઆરી દરમિયાન GVS-2025 યોજાનાર છે. જે અંતર્ગત ગુજરાતભરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કોન્ફરન્સ, વર્કશોપ તેમજ સેમિનારનું આયોજન થશે. જેમાં તા.25 ના રોજ જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી, ભાવનગર ખાતે ક્લાઈમેટ ચેન્જ એન્ડ લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ એન્ડ વોટર" કોન્ફરન્સ, તા. 22 ના રોજ નવયુગ સાયન્સ કોલેજ સુરત ખાતે "ટીચર્સ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ" વિષય પર વર્કશોપ, સ્વતહ બાયો ઈનોવેશન દ્વારા બાયો સેન્સર ટેકનોલોજી પર તા. 15 થી 24 જાન્યુઆરી દરમિયાન બે સપ્તાહના ઓનલાઈન આંતરરાષ્ટ્રીય વર્કશોપ તેમજ એમ.એસ. યુનિવર્સિટી બરોડા ખાતે તા.27 થી 29 જાન્યુઆરી દરમિયાન "પ્રોજેક્ટ ટુ પ્રોડક્ટ 2025" નું આયોજન થશે. ૠટજ-2025નો મુખ્ય કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તેમજ વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે તા. 27ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવન ખાતે યોજાનાર છે, જે અંતર્ગત વેદવિજ્ઞાનમ્ (વેદ ઓર વિજ્ઞાન) શીર્ષક સાથે એક રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન થશે.
આ કોન્ફરન્સમાં કોસ્મોલોજી, આયુર્વેદ્ ગણિતશાસ્ત્ર, આર્ટિફિશિયલ ઈ-રેરિજન્સ વગેરે વિષયો આવરી લેવાશે. આ કોન્ફરન્સમાં વ્યાખ્યાનો, ચર્ચા સત્રો તેમજ પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં આર્ષ વિદ્યામંદિર રાજકોટના કાર્યકારી અધ્યક્ષ પ.પૂ.સ્વામીની ધ્યાનાનંદજી વેદ, ઉપનિષદ, ભગવત ગીતા અને પુરાણોમાં વિજ્ઞાન, ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી મુંબઈના અધ્યક્ષ ડો. જે. જે. રાવલ વેદોમાં ખગોળશાસ્ત્ર, તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ આદિપુર (કચ્છ)ના એસોસીએટ પ્રો. મહેશભાઈ ઓઝા ’ભારતીય શાસ્ત્ર: વૈજ્ઞાનિક વર્લ્ડ માટે પ્રેરણા સ્ત્રોત’ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના પૂર્વ અધ્યક્ષ અને પ્રાધ્યાપક ડો. આર. એ. ચોટલીયા ’પૌરાણિક સાહિત્યમાં વિજ્ઞાન’ વિષય પર વ્યાખ્યાન આપશે.
♦સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે વેદ અને વિજ્ઞાન પરિસવાંદ તા. 27 એ કુલપતિની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાશે
♦ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં વિજ્ઞાનના પ્રદાન સંદર્ભ તજજ્ઞોના વ્યાખ્યાનો અને પેપર પ્રેઝન્ટેશનની સ્પર્ધાનું આયોજન
♦અધ્યાપકો અને સંશોધકો ને ભાગ લેવા આમંત્રિત કરતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉત્પલભાઈ જોશી
♦સ્વામીની ધ્યાનાનંદજી, ખગોળશાસ્ત્રના વૈજ્ઞાનિક પ્રો.જે. જે. રાવલ, પ્રો.મહેશભાઈ ઓઝા અને પ્રોફેસર આર.એ. ચોટલીયા વેદ અને વિજ્ઞાનના વિવિધ વિષયો ઉપર જ્ઞાનપીરસ્સે
♦સવારે 9 થી સાંજે 6 સુધી આખા દિવસની કોન્ફરન્સનું નિ:શુલ્ક આયોજન
આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો) ઉત્પલ જોશી તેમજ વિજ્ઞાન ગુર્જરીના અધ્યક્ષ અને જી. બી. આર. સી.નાં ડિરેક્ટર પ્રો. (ડો) ચૈતન્ય જોશીના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા ભવનોના સંશોધકો અને વિજ્ઞાન ગુર્જરી ના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy