ગુજરાત ટાઇટન્સની ટોપ ઓર્ડર ત્રિપુટીઓની કમાલ : એક સીઝનમાં ફટકાર્યા 500થી વધુ રન

India, Gujarat, Sports | 09 May, 2025 | 10:48 AM
સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલરના પ્રદર્શનને આધારે પોઇન્ટ્સ-ટેબલમાં ટોચનું સ્થાન
સાંજ સમાચાર

મુંબઈ: IPL માં પ્રથમ વખત એવું બન્યું છે કે જેમાં એક સિઝનમાં જ એક જ ટીમના 3 પ્લેયર્સે 500થી વધુ રન બનાવી ઇતિહાસ રચ્યો હોય. આ ત્રિપુટી ગુજરાત ટાઇટન્સ ટીમની છે. ગુજરાત ટાઇટન્સની ટીમ એના ટોપ ઑર્ડર બેટર્સ સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલરના પ્રદર્શનને આધારે પોઇન્ટ્સ-ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.

ત્રણેય બેટર ઑરેન્જ કેપની રેસમાં ટોપ-ફાઇવમાં સામેલ છે. ઓપનર સાઈ સુદર્શને 509 રન, અન્ય ઓપનર અને કેપ્ટન શુભમન ગિલે 508 રન જ્યારે ત્રીજા ક્રમે બેટિંગ કરતા વિકેટકીપર-બેટર જોસ બટલરે 500 રન ફટકાર્યા છે.

11 મેચોમાં પાંચ-પાંચ ફિફ્ટી ફટકારનાર આ ત્રિપુટીએ એક ઈંઙક સીઝનમાં એકસાથે 500 કે એથી વધુ રન કરીને ઇતિહાસ રચ્યો છે. આ ટુર્નામેન્ટમાં હમણાં સુધી 14 વખત એક ટીમના બે બેટર્સે એક સીઝનમાં 500 કે એથી વધુ રન કર્યા છે, પણ પહેલી વાર એક ટીમના ત્રણેય બેટર્સે આ કમાલ કરીને બતાવી છે. તેમના નામે પહેલી બે વિકેટ માટે એક સીઝનમાં હાઈએસ્ટ 15 વખત 50 પ્લસ રનની ભાગીદારી કરવાનો રેકોર્ડ પણ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj