વરસાદને કારણે ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર- હોમ ગ્રાઉન્ડ પર મેચ રમ્યા વગર મર્યાદિત ફેન્સને અલવિદા કહ્યું, લખનૌને આજે ટોપ-4માં આવવાની તક

India, Gujarat, Sports | 14 May, 2024 | 10:31 AM
સાંજ સમાચાર

અમદાવાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં 63 ગ્રુપ સ્ટેજ મેચો રમાઈ છે. સોમવારે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. મેચમાં ટોસ થયો ન હતો. આ પરિણામ સાથે, ટાઇટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની. KKR ક્વોલિફાયર-1 રમવા માટે કન્ફર્મ થઈ ગયું છે.

સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે વરસાદને કારણે મેચ રદ થતા જીટી પ્લેઓફની રેસમાંથી બહાર નીકળેલી મેચનો ટોસ પણ યોજાયો ન હતો. મેચ રદ્દ કરવી પડી અને બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા. પોતાના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ રમી રહેલા ટાઈટન્સ, રમ્યા વગર જ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત ફેન્સને અલવિદા કહ્યું. 

GT રેસ માંથી બહાર : 
ગુજરાત ટાઇટન્સ પાસે હવે 13 મેચમાં 5 જીત, 7 હાર અને એક અનિર્ણિત મેચ સાથે 11 પોઇન્ટ છે. હવે ટીમ છેલ્લી મેચ જીતીને પણ માત્ર 13 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે, જે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતું નથી.

KKR ટોપ ટુ માં નિશ્ચિત : 
કોલકાતા પાસે હવે 13 મેચમાં 9 જીત, 3 હાર અને એક અનિર્ણિત મેચ સાથે 19 પોઈન્ટ છે. ટીમ ટોપ પર છે અને ટોપ-2માં તેમનું રહેવાનું નિશ્ચિત છે. કારણ કે રાજસ્થાન સિવાય કોઈપણ ટીમ 18 પોઈન્ટથી વધુ સ્કોર કરીને પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે નહીં. તેથી KKR હવે 21મી મેના રોજ અમદાવાદમાં ક્વોલિફાયર-1 રમશે.

જો દિલ્હી કેપિટલ્સ આજે હારી જશે તો : 
17મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી મેચ રમાશે. દિલ્હીના 13 મેચમાં 6 જીત અને 7 હારથી 12 પોઈન્ટ છે. લખનૌને હરાવીને, ટીમ 14 પોઈન્ટ મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની આશા જીવંત રાખશે. ટીમ પણ છઠ્ઠા સ્થાનેથી પાંચમા સ્થાને જશે. જો દિલ્હી હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

લખનૌ સુપરજાયન્ટ્સ પાસે તક : 
LSG 12 મેચમાં 6 જીત અને 6 હારથી 12 પોઈન્ટ છે. દિલ્હીને હરાવીને ટીમ 14 પોઈન્ટ સાથે 7માથી 5મા સ્થાને પહોંચી જશે. ટીમને ચોથા સ્થાને પહોંચવા માટે 100થી વધુ રનના માર્જિનથી જીતવું જરૂરી છે. જો ટીમ હારી જશે તો તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઘટી જશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj