જયપુર : IPL 2025ની 47મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. રાજસ્થાનની ટીમ માત્ર 2023માં ગુજરાત સામે જીત નોંધાવી શકી છે.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પણ બન્ને વચ્ચે રમાયેલી 2023 અને 2024ની એક-એક મેચમાં હોમ ટીમ રાજસ્થાનને હારનો સામનો પડયો હતો. વર્તમાન સીઝનની પહેલી ટક્કરમાં ગુજરાતે 58 2ને બાજી મારી હતી.
સળંગ પાંચ મેચ હારનાર રાજસ્થાન સામે ગુજરાત વર્તમાન સીઝનમાં બીજી વાર જીતની હેટ-ટ્રિક કરવા ઊતરશે. ગુજરાત આજે ટોચના સ્થાન પર પોતાની પકડ મજબૂત કરવા અને પ્લેઓફ સ્પોટ મેળવવાની નજીક જવાનો લક્ષ્ય રાખશે.
તેમને પ્લેઓફમાં એન્ટ્રી કરવા માત્ર બે જીતની જરૂર છે. આ સીઝનમાં રનના પ્રવાહને નિયંત્રિત કરવામાં અને મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં વિકેટ લેવામાં અસમર્થતા રાજસ્થાનને ખૂબ મોંથી પડી છે જેના કારણે નવમાંથી માત્ર બે મેચ જીતનાર આ ટીમ બાકીની મેચોમાં ફક્ત પ્રતિષ્ઠા માટે રમશે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
કુલ મેચ 7
GTની જીત 6
RRની જીત 1
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy