રાજકોટ, તા. 14
તા.12મીના શનિવારે કેસરીનંદન હનુમાનજી મહારાજના જન્મોત્સવની રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરો ધર્મોલ્લાસ સાથે ઉજવણી થઇ હતી. ઠેર ઠેર શોભાયાત્રા, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ પાઠ, મારૂતિ યજ્ઞ, બટુક ભોજન, પ્રસાદ વિતરણ સહિતના અનુષ્ઠાનો થયા હતા.
રાજકોટ
રાજકોટમાં બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ ફલોટસ, અખાડાના દાવ, વાનરસેના સહિતના આકર્ષણો હતા. રૂટ પર દર્શન અર્થે લોકોની કતારો લાગી હતી.બાલાજી હનુમાનજી મંદિરે 108 મારૂતિ મહાયજ્ઞ, પ્રસાદ વિતરણ, કેક કટીંગ, રજોપચાર આરતી સહિતના આયોજનોમાં ભકતોની ભીડ જોવા મળી હતી. આ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં હનુમાન જયંતી નિમિતે વિશેષ આયોજનો કરાયા હતા.
પ્રભાસપાટણ
આજરોજ વેરાવળ માહિલા કોટ ખાતે આવેલ તારીખ 12/4ને હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારુતિ મિત્ર મંડળ દ્વારા હનુમાનજી મહારાજ ની શોભાયાત્રા કાઢવામાં આવેલ આ શોભાયાત્રામાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા તથા સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા હનુમાનજી મહારાજની પૂજા અર્ચના અને આરતી કરીને શોભાયાત્રાની શુભ શરૂઆત કરવામાં આવી આ શોભાયાત્રામાં વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના ઉપ પટેલ બાબુભાઇ આગિયા, હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, ખારવા સમાજ મંત્રી નારણભાઇ બાંડીયા, બોટ એસોસિયેશનના મંત્રી પૃથ્વીભાઈ ફોફંડી, તેમજ સમસ્ત ખારવા સમાજના તમામ આગેવાન તેમજ બોટ એસોસિએશનના આગેવાન તેમજ હોળી એસોસિએશનના આગેવાનો તેમજ મારુતિ મિત્ર મંડળ તમામ મિત્રો તથા ખારવા સમાજના ભાઈઓ બહેનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ શોભાયાત્રામાં વેરાવળ સીટી પીઆઇ ગોસ્વામી, ડિ સ્ટાફના પી.એસ.આઇ રાયજાદા તથા તમામ પોલીસ સ્ટાફ દ્વારા સાથ અને સહકાર મળેલો હતો.
સલાયા
આજરોજ સલાયામાં હનુમાન જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતું.જેમાં મહેશ્વરી સમાજના વિસ્તારમાં નાના બાળકો અને દીકરીઓને સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ લાલ દ્વારા આઇસક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લંડન નિવાસી નટવરલાલ ગોરધનદાસ સામાણી તરફથી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ શ્રી રામધૂન બોલી અને બાળકોને ધર્મમય કર્યા હતા. આ સુંદર અવસરે મહેશ્વરી સમાજના આગેવાન સવજીભાઈ માતંગ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કોટડાસાંગાણી
કોટડાસાંગાણીમાં હનુમાનજીના ઉત્સાહ જન્મોત્સવની ધામધૂમથી ઉજવવામાં આવેલ હતું સૂર્યમુખી હનુમાનજી મંદિરના મહંત શ્રી શશી ધાર બાપુએ આરતી કરવામાં આવેલ અને દર્શનના ભકતજનોએ દર્શન અને આરતી નો લાભ લેવામા આવેલ અને મહાપ્રસાદ સહિતના લોકોએ લાભ લીધો હતો અને બાલાજી હનુમાનજી મંદિરે આરતી અને મહાપ્રસાદ આરતી નું આયોજન કરવામાં આવેલ હતું અને બગડેશ્વર હનુમાનજી મંદિર ગોકુળ ચોક ખાતે આરતી અને મહાપ્રસાદ સહિતનુ આયોજન કરવામાં આવેલ હતું અને ગુરૂદત મંદીરે છોટે બડે ચેતન હનુમાનજી મંદિરે મહાપ્રસાદ અને મહાઆરતી અને બટુક ભોજન અને હોમ યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ હતું અને મેન બજારમાં આવેલ હનુમાનજી મંદિરે મહાપ્રસાદ અને બટુક ભોજનનું આયોજન કરાયું હતું અને ધુન ભજન નું આયોજન કરવામાં આવેલ હતું દરેક હનુમાનજી મંદિરે મહાપ્રસાદ સહિતના આરતિ અને બટુક ભોજન કાર્યક્રમ યોજાયોયેલ હતા અને કોટડાસાંગાણી માં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક જોવા મળી રહ્યા હતા દરેક હિંદુ ધર્મ અને મુસ્લિમ લોકો સાથે મળી ને હનુમાનજીનાં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાંઆવી હતી અને હનુમાનજી મંદિરોએ મંડપ ડેકોરેશન અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
બોટાદ
શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે મારૂતિ યાગ (હવન) તેમજ પારંપરિક લોકમેળોનું આયોજન કરવામાં આવેલ તેમજ પ1 મણના મણીંદાની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ સાથે સુંદરકાંડ રાખેલ સદગુરૂ આત્માનંદ સરસ્વતીબાપુ તેમજ ભાવનગર સ્ટેટ નેક નામદાર યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહીલ તેમજ સંતો મહંતોની હાજરીમાં શ્રી હનુમાનજી જન્મોત્સવ નવ હથ્થા હનુમાનજી મંદિરે ઉજવવામાં આવેલ તમામ આયોજન મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવેલ.
ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા ગામે આવેલ બળેવીયા હનુમાનજીની જગ્યાએ હનુમાન જયંતિ નિમિતે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બીરજુ ઠાકર, દેવવ્રત ઉમરેટીયા, રાયધનભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ચમત્કારી હનુમાનજીના દર્શન કરતા દિલીપ બારડ
હનુમાનજી મહારાજ જન્મોત્સવ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ દ્વારા પ્રભાસપાટણ ડોસીયામની કાદીએ આવેલ શ્રી ચમત્કારી હનુમાનજી મહારાજ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી સાથે જ વિશ્વ શાંતિ માટે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી હતી. (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)
ખંભાળીયામાં હનુમાન જયંતી ઉજવાઇ
પવનપુત્ર શ્રી હનુમાન દાદાની હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે શનિવારે ખંભાળિયાના જુદા જુદા મંદિરોમાં હનુમાન ભક્તોની ભીડ જોવા મળી હતી. શહેરના જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાન મંદિર સહિત અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત હનુમાનજી મંદિરોમાં ભક્તોએ મહાબલિને તેલ, આંકડાની માળા, સિંદોર વિગેરે દ્વારા હનુમાનજીનું પૂજન અર્ચન કર્યું હતું. (તસ્વીર : કુંજન રાડિયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy