ટી-20 વિશ્વ કપ ક્રિકેટ ડાયરી : હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામે ટક્કર માટે તૈયાર

India, Sports | 08 June, 2024 | 04:10 PM
સાંજ સમાચાર

હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામેની આગામી ઝ-20 વર્લ્ડ કપ મેચને ’યુદ્ધ’ તરીકે જોતો નથી. જોકે, ભારતીય ઓલરાઉન્ડર પ્રતિસ્પર્ધીનો સામનો કરવા આતુર છે જેની સામે તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત અને પાકિસ્તાન રવિવારે ટકરાશે અને પંડ્યા કટ્ટર હરીફો સામે તેની અગાઉની સફળતાને પુનરાવર્તિત કરવાનું વિચારશે.

પંડ્યાએ કહ્યું, હું મોટી મેચોમાં રમવા માટે રોમાંચિત છું. મને તે ખૂબ જ ખાસ લાગે છે અને પાકિસ્તાન એક એવી ટીમ છે જેની સામે મેં ઘણી મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. પંડ્યાએ પાકિસ્તાન સામે છ T20 મેચ રમી અને 7.5ના ઇકોનોમી રેટથી 84 રન બનાવ્યા અને 11 વિકેટ લીધી.

તેણે બીસીસીઆઈને કહ્યું, આ યુદ્ધ નથી, માત્ર એક મેચ છે. ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશા રોમાંચક હોય છે. ત્યાં લાગણીઓ ઉછળતી હશે પરંતુ મને આશા છે કે અમે શિસ્તબદ્ધ પ્રદર્શન કરીશું અને એક ટીમ બનીને અમારૂ લક્ષ્ય હાંસલ કરીશું.

હરિસ રઉફ પર બોલ ટેમ્પરિંગનો આરોપ 
અમેરિકન બોલર રસ્ટી થેરોને T-20 વર્લ્ડ કપ મેચ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે. થેરોન યુએસ ટીમનો ભાગ નથી. તેણે આરોપ લગાવ્યો કે રઉફે બે ઓવર જૂના બોલને નખોથી ખોદયો હતો.  જેના કારણે દડાને રિવર્સ સ્વિંગ થવા લાગ્યા. 38 વર્ષીય થેરોન, જે અગાઉ દક્ષિણ આફ્રિકા માટે રમી ચૂક્યો હતો, તેણે પણ કથિત ઘટના તરફ આંખ આડા કાન કરવા બદલ ICCની ટીકા કરી હતી.

તેમણે આઇસીસીની ટીકા કરતા જણાવ્યું કે શું અમે એવું ખોટુ બોલી રહ્યા છીએ. પાકિસ્તાને નવા બદલાયેલા બોલને ખોદી નાખ્યો નથી. બે ઓવર પછી જ બોલ કેવી રીતે રિવર્સ સ્વિંગ થવા લાગ્યો? તમે સ્પષ્ટ જોઈ શકો છો કે હરિસ રઉફે બોલ પર પોતાના નખ લગાવ્યા છે. અમેરિકા સામે રઉફે ચાર ઓવરમાં 37 રન આપ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj