એક ચાઈનીઝ યુવકે ગર્લફેન્ડને ઈમ્પ્રેસ કરવા ખૂબ ખર્ચો કરી નાખ્યો અને પછી જાહેરમાં પ્રપોઝ પણ કર્યું. જોકે એ પછી પણ છોકરીએ હા ન પાડી.
ચીનીભાઈએ કન્યાને ઈમ્પ્રેસ કરવા માટે એક નહીં, 99 આઇફોન ખરીદ્યા અને એ આઇફોનથી રોડ પર એક દિલ આકારની રચના કરી. એની વચ્ચે મનપસંદ કન્યાને બોલાવીને ઘૂંટણિયે પડીને પ્રપોઝ પણ કર્યું.
આ બધો તમાશો જોઈને ક્રાઉડ ભેગું થઈ ગયું અને ફોટો પાડવા લાગ્યા. જોકે યુવકે તેને પ્રપોઝ કર્યું એ જોઈને કન્યા બહુ ખાસ ઇમ્પ્રેસ થઈ હોય એવું લાગ્યું નહીં.
ઊલટાનું તેણે તો ભાઈના વિલ યુ મેરી મી? સવાલના જવાબમાં ચોખ્ખી ના સંભળાવી દીધી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy