પોલીસ બેડામાં સીધી ભરતીનું વાર્ષિક કેલેન્ડર બહાર પાડવા હાઈકોર્ટનું સૂચન

Gujarat | Ahmedabad | 10 May, 2025 | 12:13 PM
ત્રણ મહિનામાં 2770 જગ્યા પ્રમોશનથી ભરાઈ
સાંજ સમાચાર

અમદાવાદ, તા.10
રાજ્યમાં પોલીસની સંખ્યાબળ મજબૂત કરવા અને ભરતી કરવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ચાલી રહેલી સુનાવણી દરમિયાન આજે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, પોલીસ બેડામાં ફેઝ-1ની 11,373 જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

જેમાં PSIની ફિઝિકલ ટેસ્ટનું પરિણામ 17 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું. કોન્સ્ટેબલની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટનું 12 માર્ચે પરિણામ ઘોષિત થયું છે. જેની લેખિત પરીક્ષા 15 જૂને છે. PSIની પરીક્ષામાં 30 એપ્રિલના રોજ પરિણામ જાહેર થયું હતું. હવે તેની ભરતી સબ્જેક્ટીવ પરીક્ષાના લેવલ ઉપર છે.

અરજીની સુનાવણી દરમિયાન વધુમાં માહિતી આપવામાં આવી હતી કે જ્યાં સુધી પ્રમોશનલ પોસ્ટની વાત છે. છેલ્લા વર્ષમાં સપ્ટેમ્બરમાં 4800 જગ્યા પ્રમોશનલ પોસ્ટ ઉપર ખાલી હતી. જે ગત ડિસેમ્બર મહિનામાં 3700 જગ્યાઓ ખાલી હતી. જાન્યુઆરી મહિનામાં 700 જગ્યાઓ ખાલી હતી.

છેલ્લા ત્રણ મહિનામાં 2370 પોલીસ કર્મીઓનું પ્રમોશન થયું છે. જ્યારે 1921 જગ્યાઓ ખાલી છે. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે, જો સીધી ભરતી સમયસર થાય નહીં, તો પ્રમોશન માટે પણ યોગ્ય ઉમેદવાર મળી નહીં અને પ્રમોશનની ભરતીમાં પણ મોડું જ થાય.

સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 5 પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે અને 2 નવા બની રહ્યા છે. તેની 2500ની કેપેસિટી છે, જેમાં વધુ 500ની ક્ષમતાનો ઉમેરો થશે. નિર્માણાધીન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ફોટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતાં.

હાઈકોર્ટે સરકારને પોલીસ બેડામાં સીધી ભરતીનું દર વર્ષે રેગ્યુલર કેલેન્ડર બહાર પાડવા સૂચન કર્યું હતું. પોલીસ ભરતી મુદ્દે હાઇકોર્ટે સરકારને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા સાથે વધુ સુનવણી વેકેશન બાદ 25 જુલાઈએ રાખી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj