♦ પુરપાટ ઝડપે આવેલ કાર ચાલક અકસ્માત સર્જી ફરાર: પતિએ ઘટના સ્થળે જ્યારે પત્નીએ હોસ્પિટલમાં દમ તોડ્યો
(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા.19
જસદણ શહેરમાં બાયપાસ રોડ ઉપર ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા કાર ચાલકે કોળી દંપતીને અડફેટે લેતા બંનેનું કરૂણ મોત નિપજતા અરેરાટી ફેલાઈ છે.
આ અંગેની વિગતો મુજબ જસદણ શહેરના બાયપાસ રોડ ઉપર ગઢડીયા ચોકડી થી આટકોટ રોડ બાયપાસ વચ્ચે ગાયત્રી માર્બલ નજીક જુગાભાઈ પોપટભાઈ સાપરા (ઉંમર 70) વર્ષ તથા સામુબેન જુગાભાઈ સાપરા (ઉંમર 60 વર્ષ) રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ગાડી ચાલકે આ દંપતીને અડફેટે લેતા જુગાભાઈ શાપરાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે સામુબેન જુગાભાઈ શાપરાને ગંભીર ઇજાઓ થતા રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
આ દંપતિ જસદણ તાલુકાના લાખાવડ ગામે રહે છે અને જુગાભાઈ સાપરા માનસી ફાર્મ હાઉસમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા તેમના પત્ની સામુબેન તેમની સાથે ફાર્મ હાઉસ ખાતે રહેતા હતા.
જસદણ સિવિલ ખાતે જૂગાભાઈ શાપરાનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પોલીસે અજાણ્યા ગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગત મોડી રાત્રે ગઢડીયા ચોકડી પાસે આ અકસ્માત થતાં લોકોનું ટોળા એકત્ર થયુ હતું અને ટ્રાફિકજામ સર્જાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy