રાજકોટ તા.9
રાજકોટ રૂરલ એસઓજીની ટીમે વિંછીયા પોલીસની હદમાંથી નશાકારક સિરપની બોટલોના જથ્થા સાથે આરોપી પ્રકાશ સાકળીયાને દબોચી લીધો હતો. જેમાં સિરપનો જથ્થો સપ્લાય કરવામાં આરોપી હિતેષ ધીરૂ ઓળકીયા (રહે. કંધેવાડીયા, તા.વિંછીયા) નામ ખુલ્યું હતું.
પોલીસે હિતેષની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ગુનામાં ચાર્જસીટ રજુ થઈ ગયા બાદ હિતેષે રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે ચાલી જતા સરકારી વકીલ પરાગ શાહે દલીલા કરેલી કે, સીરપમાં કોડાઈન નશાકારક તત્વની હાજરી મળી છે. આરોપીએ જથ્થો સપ્લાય કર્યો છે.
વેચાણ માટે આપેલ છે. આ ઉપરાંત આવો જ એનડીપીએસ એકટ હેઠળનો ગુનો આરોપી સામે આટકોટ પોલીસ મથકે નોંધાયેલ છે. વિવિધ અદાલતના ચુકાદા ટાંકી કરાયેલી દલીલો ધ્યાને લઈ એડી. સેશન્સ કોર્ટે આરોપી હિતેષ ઓળકીયાની ચાર્જસીટ બાદની જામીન અરજી રદ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ શાહ રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy