લોસએન્જલસ: પુરુષોની પ્રજનનક્ષમતા અને સ્પર્મની ઘટતી જતી ગુણવત્તા બાબતે જાગૃતિ લાવવા માટે અમેરિકાના લોસ ઍન્જલસના હોલીવુડ પલેડિયમમાં લાઇવ સ્પર્મ રેસનું આયોજન કરવામાં આવેલું. સાંભળવામાં અતિ વિચિત્ર લાગે એવી આ ઇવેન્ટની જ્યારે. જાહેરાત થઈ ત્યારે અનેક સવાલો હતા કે અત્યંત અંગત જીવનને લગતી. આ વાત કઈ રીતે જાહેરમાં પ્રસારિત થશે. જોકે આ ઇવેન્ટનું આયોજન થયું ત્યારે હજારો યુવાનો એ લાઇવ રેસ જોવા એકઠા થયા હતા.
સ્ત્રીના પ્રજનનમાર્ગ જેવો જ વીસ સેન્ટિમીટર જેટલો લાંબો ટ્રેક તૈયાર કરીને એમાં બે પુરુષોના સ્પર્મ છોડવામાં આવ્યા હતા. બે કોલેજ-સ્ટુડન્ટ વચ્ચે આ રેસ થઈ હતી. યુનિવર્સિટી ઑફ સાઉથ કેલિફોર્નિયાના USCના વીસ વર્ષના ટ્રિસ્ટન અને યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા લોસ ઍન્જલસના UCLAના 19 વર્ષના ઍશ્ર્નર વચ્ચે આ સ્પર્ધા થઈ હતી. બન્નેના સ્પર્મ વચ્ચે ત્રણ વાર રેસ થઈ હતી અને એમાં ટ્રિસ્ટન જીત્યો હતો.
તેને ફર્સ્ટ સ્પર્મ રેસનો વિનર જાહેર કરીને ગોલ્ડન રંગની સ્પર્મના આકારની ટ્રોફી અને 10,000 ડોલર એટલે કે લગભગ 8.5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યાં હતાં. હતા. આ સ્પર્ધામાં મોટો સટ્ટો પણ રમાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy