રાજકોટ તા.19
આઈપીએલ સીરીઝનો રોમાંચ વધી રહ્યો છે ત્યારે મંગળા મેઈન રોડ પર મોબાઈલમાં આઈડી વડે ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સોને એ ડિવિઝન પોલીસે પકડી પાડયો હતો. જયારે મેચમાં કપાત જસદણના અશોક બાવળીયા પાસે કરાવતા હોવાનું ખુલ્યું હતું.
દરોડાની વિગત મુજબ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી. બારોટની રાહબરીમાં પીએસઆઈ કે.એન. વડનાગરા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ વિજય મકવાણાને મળેલ ચોકકસ બાતમીના આધારે મનહર પ્લોટ શેરી નં.10, કોર્નર મંગળા મેઈન રોડ, પ્રગતી હોસ્પીટલ પાસે આઈપીએલ ક્રિકેટ બેંગ્લોર- પંજાબની મેચમાં પોતાના મોબાઈલ ફોન તેમજ કાગળની ચીઠ્ઠીમાં સાંકેતીક ભાષામાં આંકડા લખી જુગાર રમતા પાર્થ જગદીશ બોસમીયા (ઉ.25) (રહે. આર.કે. પેલેસ, વિરાણી ચોક, મંગળા રોડ, મુળ મતીરાણા લાઠી) અને પ્રદિપ જીવરાજ લાડોલા (ઉ.28) (રહે. આર.કે. પેલેસ, વિરાણી ચોક પાસે મંગળા મેઈન રોડ, મુળ જસદણ)ને પકડી પાડયો હતો.
વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે બન્ને શખ્સો જસદણના અશોક બાવળીયા પાસે કપાત કરાવતા હોવાની કબુલાત આપતા અશોક બાવળીયાની શોધખોળ આદરી હતી.
રેલનગરમાં A TO Z આઈડી પર જુગાર રમતો અતુલ પંચાસરા ઝડપાયો
રાજકોટ તા.19
રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર જાહેરમાં આઈપીએલ સીરીઝની મેચમાં મોબાઈલ ફોનમાં એડ ઝેડ 777.00 નામની આઈડી પર ક્રિકેટ સટ્ટો રમતા અતુલ દિલીપ પંચાસરાને પ્ર.નગર પોલીસની ટીમે દબોચી લઈ મોબાઈલ કબ્જે કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy