શાળા-કોલેજો, કલાસીસ સહિતના સ્થળો પર ગેરકાયદે ખડકાયેલા ડોમ સ્ટ્રકચર હટાવાશે: કલેકટર

Gujarat, Saurashtra | Rajkot | 29 May, 2024 | 04:46 PM
મ્યુ.કોર્પો.-રૂડા સહિતના વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવી કરાશે તાકીદ: TRP અગ્નિકાંડમાં પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે તપાસ
સાંજ સમાચાર

 રાજકોટ તા.29
 રાજકોટમાં શાળા-કોલેજો અને કલાસીસ સહિતના સ્થળો પર ગેરકાયદેસર ખડકાયેલા ડોમ સ્ટ્રકચરને હટાવવામાં આવશે. તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવી ઉમેયુર્ં હતું કે આ અંગે મ્યુનિ.કોર્પો.-રૂડા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવી તાકીદ કરવામાં આવશે.
 આ ઉપરાંત ટીઆરપી અગ્નિકાંડ સમયે ત્યાં સ્થળ પર 3000 લીટર પેટ્રોલ-ડીઝલ સંગ્રહિત હોવાનું ખુલ્યા બાદ આ અંગે કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલના આ જંગી જથ્થો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં જવાબદારો સામે પગલા લેવામાં આવશે.

 તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટીઆરપી અગ્નિકાંડ પ્રકરણમાં સીટ તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ટીઆરપી અગ્નિકાંડમાં 27 વ્યકિતઓના મોત નિપજેલ છે. જેમાં 25 વ્યકિતઓના ડીએનએ મેચ થયા બાદ અન્ય બેના ડીએનએ રીપોર્ટ આજે સવારના આવી પહોંચ્યા છે.

 આ અગ્નિકાંડમાં દિવંગતોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. કલેકટર પ્રભવ જોશીએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે શહેરમાં શાળા, કોલેજો, કલાસીસો, કોમ્પ્લેક્ષો, સહિતના સ્થળો પર અનઅધિકૃત રીતે જે ડોમ સ્ટ્રકચર ખડકાયેલું છે તેને વહેલી તકે દુર કરવા માટે તેઓ મ્યુ.કોર્પો., રૂડા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવી તાકીદ કરશે.

 અહી એ ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે હાહાકાર મચાવી દીધો છે આ અગ્નિકાંડના પગલે શાળા, કોલેજો, કલાસીસો, કોમ્પલેક્ષો સહિતના સ્થળો પર ફાયર સિસ્ટમ અને ફાયર એનઓસીની છે કે કેમ તેની વિગતો તાડબતોબ મગાવવાનું રાજય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે.

 રાજય સરકારની સાથે વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલે સાવચેતી પૂર્વક તાબડતોબ પગલા લેવાનું શરૂ કરી દેવાયું છે. રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર આ ટીઆરપી અગ્નિકાંડના પગલે એકશન મોડમાં આવી ગયેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj