ચૂંટણીના પરિણામો બાદ તુરંત રેવન્યુ તંત્ર રૂા.100 કરોડની જમીન ખુલ્લી કરાવશે

Saurashtra | Rajkot | 29 May, 2024 | 03:36 PM
વાવડી સર્વે નં.149 અને કોઠારીયા સર્વે નં.163માં કુલ 32 હજાર ચો.મી. સરકારી જમીન ઉપર ખડકાઇ ગયેલા 80 થી 90 જેટલા રેસીડેન્સ-કોમર્શીયલ સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે: દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની તક પણ અપાઇ
સાંજ સમાચાર

રાજકોટ, તા.29
તાજેતરમાં જ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શહેર અને જિલ્લાના તમામ મામલતદારોને સરકારી જમીનો ઉપર ખડકાઇ ગયેલા ગેરકાયદેસર દબાણોનો સર્વે કરી તાત્કાલીક આવા દબાણોને હટાવવા માટે સુચના આપવામાં આવેલ હતી. આ સુચનાના પગલે ગત સપ્તાહ દરમ્યાન જ રેવન્યુ તંત્ર એકશન મોડમાં આવી ગયું છે અને ગયા સપ્તાહમાં બે મોટા ડિમોલીશનો હાથ ધરી કરોડો રુપિયાની જમીન ખુલ્લી કરાવી હતી. 

દરમ્યાન હવે ફરી એકવાર આવતા મહિનાની શરૂઆતમાં રેવન્યુ તંત્રમાં ફરી બે મોટા ડીમોલીશનો હાથ ધરવામાં આવનાર હોવાનું મામલતદાર કચેરીના સુત્રોમાંથી જાણવા મળી ગયું છે. આ અંગેની મળતી વધુ વિગતો મુજબ રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા જિલ્લા કલેક્ટરની સુચના અનુસાર આવતા મહિનાની શરુઆતમાં કોઠારીયા અને વાવડીના સર્વે નંબરોની કરોડો રુપિયાની સરકારી જમીનો ઉપર ખડકાઇ ગયેલા ગેરકાયદેસર દબાણોનો કડુસલો બોલાવવામાં આવનાર છે.

રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સુત્રોમાંથી મળતી વધુ વિગતો અનુસાર આગામી તા. 6-6ના રોજ વાવડીના સર્વે નં. 149માં આવેલી 16 હજાર ચો.મી. જેટલી અને અંદાજે રુા.50 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર નાના-મોટા ઝુંપડા, ભંગારના ડેલા, રેતીના સટ્ટા સહિતના 40 થી 50 દબાણો ખડકાઇ ગયા છે. આ તમામ દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની નોટીસો પણ અપાઇ ગઇ છે. જો આ દબાણો નિયત સમયમાં નહીં હટાવવાય તો તા.6 જુનના રોજ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે.

વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા તા.7 જુનના રોજ કોઠારીયાના સર્વે નંબર 163માં આવેલી અંદાજીત 50 કરોડની કિંમતની 16 હજાર ચો.મી. જેટલી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાઇ ગયેલા રેસીડન્સ અને કોમર્શીયલ પ્રકારના 30 થી 40 દબાણો ઉપર પણ રેવન્યુ તંત્રનું બુલડોઝર ફરી વળનાર છે. 

કોઠારીયાના દબાણ કર્તાઓને પણ તંત્રએ તાજેતરમાં સ્વૈચ્છીક રીતે દબાણો હટાવી દેવા માટે નોટીસો ફટકારી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj