અમદાવાદ,તા.21
અમદાવાદમાં આજરોજ ભાડું ચુકવવાની સામાન્ય બાબતમાં એક રીક્ષા ચાલકે પેસેન્જરની કરપીણ હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે તુરંત જ આરોપી હત્યારાને હિરાસતમાં લઈ લીધો હતો.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ અમદાવાદ શહેરમાં પોશ ગણાતા નવરંગ પુરા પાસે આજરોજ એક રિક્ષા ચાલકે પેસેન્જરને રિક્ષાની જોરદાર ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દિધો હતો. રૂ
.30નું ભાડુ પેસેન્જરે નહી આપતા ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકે પેસેન્જરને રિક્ષાની જોરદાર ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દિધો હતો. દરમ્યાન આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે તુરંત જ હત્યારા રિક્ષા ચાલક સમીર ભટ્ટની ધરપકડ કરી અને બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
આમ ભાડા જેવી સામાન્ય બાબતે પેસેન્જરની હત્યા કરાતા નવરંગપુરા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy