હળવદ પંથકમાં ઘરમાં ઘુસી, વૃદ્ધા પર હૂમલો કરી સોનાના દાગીનાની લૂંટ

Crime | Morbi | 28 April, 2025 | 11:46 AM
જૂના રાયસંગપર ગામે મધરાત્રે ત્રણ વાગ્યાનો બનાવ: ત્રણ શખ્સો સવા લાખના ઘરેણા લઈ ગયા: તાલુકા પોલીસ દોડી
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા)
મોરબી,તા.28 
હળવદના જુના રાયસંગપર ગામે વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ત્રણ શખ્સો તેના ઘરમાં આવ્યા હતા અને દરવાજો ખટખટવ્યો હતો જેથી વૃદ્ધાએ દરવાજો ખોલતાની સાથે જ તેને નીચે પાડી દીધા હતા.

ત્યારબાદ તેના કાનમાં પહેરેલ સોનાના ઠોરીયા કાનની બુટ તોડી નાખીને ખેંચી લીધા હતા અને કુલ મળીને 1.25 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી જેથી વૃદ્ધાની ફરિયાદ લઈને અજાણ્યા ત્રણ શખ્સોની સામે લૂંટનો ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના જુના રાયસંગપર ગામે રહેતા રૂખીબેન બાવલભાઈ તારબૂંદિયા (75)એ હાલમાં અજાણ્યા ત્રણ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં જણાવ્યુ છે કે, તેઓ અને તેના પતિ તા. 27 ના રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે સૂતા હતા ત્યારે રાત્રિના અજાણ્યા ત્રણ શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને ઘરનો દરવાજો ખટખટાવતા હતા જેથી ફરિયાદીએ દરવાજો ખોલતાની સાથે જ આરોપીઓએ ફરિયાદીને નીચે પાડી દીધા હતા

તેના ડાબા કાનમાં પહેરેલ સોનાના ઠોરિયાને ખેંચીને કાનની બુટ તોડી નાખી હતી તેમજ જમણા કાનમાં પહેરેલ સોનાના ઠોરીયાને કાઢીને લઈ ગયા હતા આમ કુલ મળીને બે તોલા સોનાના વજનના ઠોરિયાની અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવેલ છે.

જેથી કરીને 1.25 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ થઈ હોવાની ભોગ બનેલ વૃદ્ધાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાધલ ચલાવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj