જુનાગઢ, તા. 28
જુનાગઢના કાપડના વેપારીને ત્યાં ગ્રાહક બનીને આવેલ દંપતિ એ કપડાની ખરીદી ઉપરાંત વેપારી પાસેથી રોકડ રૂા. 3000 લઇ ઓનલાઇન પેમેન્ટનો મેસેજ બતાવી રૂા. 13,700ની ઓનલાઇન છેતરપીંડી કર્યાની એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ મીરાનગર દુર્ગા પાર્ક પાસે ખોડીયરનગરમાં રહેતા અને એમ.જી.રોડ ઉપર આવેલ મજબુદાર ડેલામાં નાઇટવેર નામની કપડાની દુકાન ધરાવતા હેમંતભાઇ હરપાલભાઇ રીજવાણી (ઉ.વ.પ4)ની દુકાને મોડી સાંજે ગ્રાહકના સ્વાંગમાં દંપતિ (ઉ.વ.રપ થી 30) આવેલ જયાં ચાર જોડી કપડા રૂા. 10,700ની ખરીદી કરેલ બાદ જણાવેલ કે રોકડ રકમ વપરાઇ ગયેલ છે.
ઓ અમદાવાદથી ફરવા નીકળ્યા છીએ અમને રોકડ રૂા. ત્રણ હજાર રોકડ આપો જેમાં મહિલાએ રોકડ કપડા સહિત કુલ રૂા. 13,700 ઓનલાઇન પેમેન્ટ સકસેસફુલનો મોબાઇલમાં વેપારીને મેસેજ બતાવી બંને રવાના થઇ ગયા હતા મોડેથી બેલેન્સ ચેક કરતા નાણા જમા થયા જ ન હતા જેની એ ડીવીઝન પોલીસમાં વિશ્વાસ આપી છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આર.કે.પરમારે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy