જુનાગઢ તા.9
જુનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલ કેનેરા બેંકમાંથી ખાનગી પેઢીના ભાગીદારોએ કારખાનામાં મશીનરી લગાવવા રૂા.1.75 કરોડની લોન મેળવી બાદમાં વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી હોવાની બેંકના મેનેજર દિવાકર નંદુલાલ કોઠારીએ પરીયાદ નોંધાવી છે.
જુનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલ કેનેરા બેંકના મેનેજર દિવાકર નંદુલાલ કોઠારીએ ટાઈટન એકજીમ પેઢીના ભાગીદારો રોનક દિલીપ શેખડા, કાજલ પ્રફુલ શેખડા તેમજ નોબલ એજન્સીના પ્રોપરાઈટર યાસીન, મહમદ રીયાઝ દોસ્તમહમદ ખીરા, સામે બી ડીવીઝનમાં ફરીયાદમાં જણાવ્યા મુજબ ટાઈટન એકઝીમ પેઢીના ભાગીદારોએ કેનેરા બેંકમાંથી ગત તા.16-3-24થી આજદીન સુધીમાં કારખાનામાં મશીનરી લગાવવા માટે રૂા.1.75 કરોડની લોન લીધી હતી.
જે રકમમાંથી નોબલ ઓજ ઈન્ડસ્ટ્રીઝના ખાતામાં રૂા.1,37,83,000 તેમજ રીલાયક એન્જીનીયરીંગ રાજકોટના ખાતામાં રૂા.37,17,000 જમા કરાવ્યા હતા. બાદ કોટેશન મુજબ મશીનો સપ્લાઈ નહી કરી બન્ને પેઢીઓએ બેંકમાંથી લોન મેળવી બેંકની જાણ બહાર મોર્ગેજ કરાવેલ જમીનના દસ્તાવેજમાં પણ જણાવેલ રકમના ચેક રીટર્ન થયા હતા. અને અંદરો અંદર રકમની આપ લે કરી બેંક સાથે ઠગાઈ કર્યાની પાંચેય સામે ફરીયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસ સબ ઈન્સ. એસ.એ. સાંગાણીએ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy