વેકેશન ઈફેકટ; મે માસમાં હવાઈ મુસાફરોની સંખ્યા 43 હજારને પાર; દિલ્હી-મુંબઈની ફલાઈટો ફુલ ઉડી

Travel, Gujarat | Rajkot | 07 June, 2024 | 03:33 PM
મે-2024ના માસમાં 290 ફલાઈટમાં 43694 પ્રસ્થાન અને 43597 મુસાફરોનું આગમન: ગત એપ્રિલ માસમાં 40 હજારથી વધુ મુસાફરોએ હવાઈ સફર માણી: ઉનાળુ વેકેશનની રજાઓમાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસી પર્યટકોને વિમાની સેવા ઉપયોગી નિવડી
સાંજ સમાચાર

રાજકોટ તા.7
ઉનાળુ વેકેશનની રજાઓ પર્યટન સ્થળોએ ગાળવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓએ હીરાસર સ્થિત ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટની હવાઈ સેવાનો લાભ લેતા ગત એપ્રિલથી હાલના જૂન માસના દિવસોમાં એરપોર્ટ મુસાફરોના આગમન-પ્રસ્થાનથી ધમધમી રહ્યું છે. ડેઈલી 9થી 11 ફલાઈટોના આવાગમનથી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં મુસાફરોનો ટ્રાફીક જોવા મળી રહ્યો છે. ત્યારે ગત એપ્રીલ-મે માસમાં મુસાફરોની સંખ્યા 40થી 43 હજાર જેટલી નોંધાઈ હતી.

ઉનાળુ વેકેશનમાં દેશ-વિદેશના પર્યટન સ્થળોએ જવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓ અને પરિવારજનોએ ટુર ઓપરેટર મારફત તેમજ ગ્રુપ વાઈઝ હવાઈ મુસાફરીપર પસંદગી ઉતારતા રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે.

ગત એપ્રિલ માસમાં દિલ્હી, મુંબઈ, પુના, ગોવા, બેંગ્લોર, અમદાવાદ, સહિતની કુલ 292 ફલાઈમયાં 40,350 જેટલા મુસાફરોએ પ્રસ્થાન કયુર્ં હતું. જયારે 39,261 મુસાફરોનું આગમન નોંધાયું હતું.

ઉનાળુ વેકેશનની રજાઓના કારણે એપ્રિલ માસની સરખામણીએ મે માસમાં કુલ 290 ફલાઈટમાં 43,694 મુસાફરોએ દિલ્હી, મુંબઈ, ગોવા, પુના, બેંકલોર, અમદાવાદ જવા પ્રયાસ કરી હવાઈ મુસાફરીનો આનંદ માણ્યો હતો. મે માસમાં 43,597 મુસાફરોનું આગમન નોંધાયું હતું. મે માસમાં 43,694 પ્રસ્થાન અને 43597 મુસાફરોનું આગમન નોંધાતા ઈન્ટરનેશનલ એરપોર્ટ સવારથી રાત સુધી મુસાફરોની અવરજવરથી ધમધમી ઉઠયું હતું.

હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હાલ ડોમેસ્ટીક હવાઈ સેવા ઉપલબ્ધ છે હજુ ઈન્ટરનેશનલ હવાઈ સેવાનો પ્રારંભ થયો નથી દેશના અન્ય મેટ્રો શહેરને જોડતી હવાઈ સેવા સાથે આંતર રાજય અમદાવાદ અને સુરતની પણ ડેઈલી હવાઈ સેવા ઉપલબ્ધ છે. ઉનાળુ વેકેશનની રજાઓનાં કારણે ડેઈલી દિલ્હી, મુંબઈ સાથે ગોવાની ફલાઈટ ફુલ ઉડી હતી.

એરફેર આસમાને જવા છતા પર્યટકોએ ઉંચુ એરફેર ચુકવી દેશ-વિદેશના પર્યટન સ્થળોએ હરવા ફરવા માટે હવાઈ સફરની મોજ માણી હતી. જેના કારણે એપ્રિલ-મે અને ચાલુ જૂન માસમાં ડેઈલી-સાપ્તાહિક ફલાઈટો ફુલ ઉડી રહી છે. સાથોસાથ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હવાઈ મુસાફરોનાં આગમન-પ્રસ્થાનની સંખ્યા વધી છે.

ચાલુ જુન માસના છ દિવસમાં 57 ફલાઈટના ઉડ્ડયનમાં 8499 મુસાફરોનું પ્રસ્થાન અને 8084 મુસાફરોનું આગમન નોંધાયું છે. હજુ આગામી સપ્તાહ સુધી મુસાફરોની સંખ્યા વધુ રહેશે. ઉનાળુ વેકેશનની રજા પૂર્ણ થતા મુસાફરોની સંખ્યામાં થોડો ઘટાડો થવાની સંભાવના છે.  એપ્રિલ -મે માસ અને હાલ જૂનના બીજા સપ્તાહમાં ઈન્ટરનેશનલ એરપોર્ટમાં મુસાફરોનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj