(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.16
વાંકાનેરના સરધારકા ગામે રહેતા યુવાન સહિત જુદા જુદા ત્રણ વ્યક્તિઓને મારુતિ સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી દેવાનું કહીને ડાઉન પેમેન્ટના નામે તેઓની પાસેથી કુલ મળીને 9.51 લાખની છેતરપિંડીના કેસમાં જેથી જુદી જુદી બેંકના ત્રણ એકાઉન્ટના ધારકો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીયેલ જેમાં એકને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
સરધારકા ગામે રહેતા જયદીપભાઇ જીવરાજભાઈ ડાભી (28) એ એસબીઆઇ બેન્કમાં એકાઉન્ટ ધરાવતા મીતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવતા નિર્મળસિંહ દશરથસિંહ સરવૈયા અને એસબીઆઇમાં એકાઉન્ટ ધરાવતા મયુરસિંહ કરણસિંહ ઝાલા તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.
આરોપીઓએ ફરિયાદી તથા સાહેદ મહેશભાઈ અને રવિભાઈને મારુતિ સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી આપવાનો વિશ્વાસ આપીને તેઓની પાસેથી એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્જેકશન કરીને પૈસા મેળવી લીધા હતા.
જેમાં ફરિયાદી પાસેથી 1,61,000 તેમજ સાહેદ મહેશભાઈ પાસેથી 3,95,000 તથા રવિભાઈ પાસેથી 3,95000 આમ કુલ મળીને 9,51,000 આરોપીઓએ જુદી જુદી બેંકના એકાઉન્ટમાં મેળવી ડાઉન પેમેન્ટ ભર્યા અંગેની પહોંચ તથા સહી સિક્કો કરેલ ખોટા બનાવટી દસ્તાવેજ ફરિયાદી તથા સાહેદોને વ્હોટ્સએપમાં મોકલાવેલ હતા બાદ ફરિયાદી તથા સાહેદોને કાર ન આપીને તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હતી જેથી ભોગ બનેલ યુવાને કરેલ ફરિયાદ આધારે પોલીસે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો.
પોલીસ કર્મી સહીતને સસ્તામાં કાર આપવાની લાલચ આપવામાં આવી હતી. તપાસના અંતે ફ્રોડ કરનાર કાર લે-વેચનું કામ કરતા મીતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા દરબાર (21) રહે. ઋષભનગર મેઇન રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ સામાકાંઠે મોરબી-2 મૂળ રહે.રાણી ગામ તા.જેસર જી.ભાવનગર વાળની ગત તા.11-5 ના બપોરના બે વાગ્યાના અરસામાં અટકાયત કરવામાં આવી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવા હુકમ કરાયો હતો.જેથી પોલીસ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પીઆઇ પટેલે જણાવ્યું હતું.
યુવાન સારવારમાં
રફાળેશ્વર ગામ નજીક આવેલ હોટલ સરોવર પાર્ટીકો પાસે રોડ ઉપરના ખાડામાં બાઇક સ્લીપ થતાં નિકુંજ પ્રવીણભાઈ હાપલિયા (27) રહે.જામનગર ને અકસ્માતમાં ઇજા થવાથી સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મૂળ ઓરીસાનો અને હાલ મોરબી રહેતો કિશોર પ્રેમાનંદભાઈ નામનો 23 વર્ષનો યુવાન સાયકલમાંથી પડી જતા ઈજા પામ્યો હોય સારવારમાં લઈ જવાયો હતો.તેમજ રવાપર ચોકડીથી ઘુનડા જતા રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામેલ નીરજ જેન્તીભાઈ સંઘાણી (30) રહે. ભગવતી ટાવર બોનીપાર્ક રવાપરને પણ અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy