જેતપુરના નવાગઢમાં પોલીસ ફરિયાદનો ખાર રાખી કરીયાણાના વેપારી પર પથ્થરથી હુમલો

Crime | Dhoraji | 15 May, 2024 | 12:23 PM
તે મારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરેલ છે, બધું મને યાદ છે, હું કંઈ ભૂલ્યો નથી કહીં નવાગઢના સુનિલે પથ્થર વાળી કરી: વેપારીને સારવારમાં ખસેડાયા: જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધ્યો
સાંજ સમાચાર

રાજકોટ. તા.15
જેતપુરના નવાગઢમાં પોલીસ ફરિયાદનો ખાર રાખી કરીયાણાના વેપારી પર નવાગઢના સુનિલે પથ્થર વાળી કરી હુમલો કરતાં વેપારીને ઇજા પહોંચી હતી. બનાવ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે જેતપુરમાં જૂનાગઢ રોડ પર રણુજા સોસયટીમાં રહેતાં સાગરભાઈ ધીરુભાઈ ચાવડા  (ઉ.વ.26) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સુનિલ ચંદુ રાઠોડ (રહે.નવાગઢ) નું નામ આપું જણાવ્યું હતું કે, તેઓને કરિયાણાની દુકાન ઘર સામે છે ત્યાં બેસી વેપાર કરે છે.

ગઈકાલે સાંજના તેઓ તેના મિત્રો હિમાંશુભાઈ મકવાણા અને વિક્રમભાઈ મકવાણાની કાર લઈ નવાગઢની રાંગની બાજુમાં આવેલ રાધા-કૃષ્ણ ટ્રાન્સપોર્ટની પાસે આવેલ મિલન હેર આર્ટ નામની દુકાને પગની મસાજ કરાવવા ગયેલ હતાં. તેઓ દુકાનની ખુરશી ઉપર બેઠેલ હતો ત્યારે સુનિલ રાઠોડ ઘસી આવી  ગાળો આપવા લાગેલ અને કહેવા લાગેલ કે, બે વર્ષ પહેલા તે મારા વિરુદ્ધ જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હતી, બધું મને યાદ છે હું કંઈ ભૂલ્યો નથી તેમ કહીં ઉશકેરાય જઈ આજુબાજુમાં માટલા ઉપર પડેલ પથ્થર લઈ હુમલો કરતાં માથામાં ઇજા પહોંચી હતી. બાદમાં તેમના મિત્રોએ તેમને મારમાંથી છોડાવી લોહીલુહાણ હાલતમાં  સારવારમાં ખસેડેલ હતાં.  

બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપી વિરૂદ્ધ આઈપીસી 324,504 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ એલ.ડી.મેતાએ તપાસ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj