જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે બાળકોના ઝઘડામાં મોટેરા કુદતા યુવકની કરાઇ ઘાતકી હત્યા

Local | Jamnagar | 11 June, 2024 | 03:07 PM
મહિલા સહિત છ શખ્સો સામે હત્યા અને હુમલા અંગે નોંધાયો ગુન્હો: આરોપીઓ હાથવેંતમાં
સાંજ સમાચાર

જામનગર તા.11: 
જામનગર જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓમાં આવતા ઉછાળાને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાનુ જણાઈ રહ્યું છે. મારામારી ચોરી અને હુમલાના બનાવો તો ઠીક પરંતુ હવે હત્યાના બનાવો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેવામાં જામનગર જિલ્લામાં વધુ એક યુવાનની હત્યા સામે આવી છે.

જેમાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામે બાળકોના ઝઘડામાં મોટાઓ બાખડી પડ્યા હતા અને જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા એક યુવાનની લોથ ઢળી છે. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં સોંપો પડી ગયો છે.

બીજી બાજુ સ્થાનિક પોલીસ પણ દોડી ગઈ હતી જ્યાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત છ શખ્સો સામે હત્યા સહિતની ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી બાજુ આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ચોંકાવનારા કેસની સ્થાનીક પોલીસ મથકે નોંધાયેલ વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં બાળકો વચ્ચે માથકૂટ થઇ હતી. જે બાદ બે પાડોશીઓ ઘસી આવ્યા હતા. આ દરમિયાન બાખડી પડ્યા હતા. જેમાં રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામ નામના 45 વર્ષના યુવાન પર પાડોશી પ્રકાશ બાબુભાઈ મકવાણા, બાબુભાઈ બચુભાઈ મકવાણા, કાનજીભાઈ બચુભાઈ મકવાણા, રણછોડભાઈ બચુભાઈ મકવાણા, દયાબેન બાબુભાઈ મકવાણા અને રવિભાઈ બાબુભાઈ મકવાણા સહીતના છ શખ્સો લાકડી- ધોકા વડે તૂટી પડ્યા હતા. હુમલા ને પગલે યુવાનને ગંભીર્યા થતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયો  હતો. 

જામજોધપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ટૂંકી સારવારમાં જ઼ યુવાને દમ તોડી દેતા મામલો હત્યામાં પલટાયો હતો. આ મારામારીમા રમેશભાઈના બે ભાઈઓ શૈલેષભાઈ તથા પ્રકાશભાઈને પણ ઇજા થતા તેને હાલ જામજોધપુર ની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.આ બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

મૃતક રમેશભાઈના ભાઈ શૈલેષ વિરમગામાની ફરિયાદના આધારે  મહિલા સહિતના તમામ છ આરોપીઓ સામે હત્યા તેમજ રાયોટિંગ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને શેઠ વડાળા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હતી અને અંજામ આપ્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા જોકે પોલીસે તાત્કાલિક તપાસનો દોર શરૂ કરી.

હાલ તમામ આરોપીઓ પોલીસની હાથ વેદમાં હોવાનું જાણવા મળી રહ્યું છેહતી અને અંજામ આપ્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા જોકે પોલીસે તાત્કાલિક તપાસનો દોર શરૂ કરી હત્યાના ગુનામાં સંડોવાયલા  તમામ શખ્સોને દબોચી લેવામાં પોલીસ સફળતાની નજીક હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj